Site icon Revoi.in

ટ્વિટર પર ટ્વિટ કરવા માંગો છો? તો હવે નાણાં ચૂકવવા માટે રહેજો તૈયાર

Social Share

નવી દિલ્હી: હવે જો તમારે ટ્વિટર પર ટ્વીટ કરવી હશે તો નાણાં ચૂકવવા પડશે. ટ્વિટરની આ પેઇડ સર્વિસને ટ્વિટર બ્લૂ નામ આપવામાં આવશે. જેના માટે મહિને 2.99 ડૉલર એટલે કે અંદાજે 200 રૂપિયા તમારે લવાજમ તરીકે ચૂકવવા પડશે. આ સેવામાં યૂઝરને અન ડુ ટ્વિટસ ફિચર અને બુકમાર્ક કલેક્શન ફિચર મળશે.

એપ સંશોધક વોંગ અનુસાર ટ્વિટર હવે સ્તરીય સેવાઓ આપવાનું શરૂ કરશે. જેમાં પેઇડ યૂઝર્સને ઓછી ઝંઝટ વાળું પ્રીમિયમ અનુભવ કરાવાશે. હાલમાં ટ્વિટર બુકમાર્ક કલેક્શન એટલે કે ફોલ્ડર્સ ઇન બુકમાર્ક ફિચર પર કામ કરી રહ્યું છે.

ઘણા યૂઝર્સે આ ફીચર વિશે માગણી કરી છે. જો કે, આ મામલે ટ્વીટરે કોઇ સત્તાવાર ટ્વીટ કરી નથી. આ મહિનાના પ્રારંભે ટ્વિટરે દર મહિને પાંચ ડોલરનું લવાજમ લેતી સ્ક્રોલ નામની સેવા હસ્તગત કરી હતી. જેમાં યૂઝર્સને તેઓ જે વેબસાઇટ પર જાય ત્યાંથી એડ દૂર કરવામાં આવતી હતી. જેથી યૂઝર્સને એડની ઝંઝટ વગર તેનું કામ સરળતાપૂર્વક પૂર્ણ થઇ શકે.