Site icon Revoi.in

યુટ્યૂબની એન્ડ્રોઇડ યૂઝર્સને ભેટ, હવે 4Kમાં જોઇ શકાશે વીડિયો

Social Share

નવી દિલ્હી: હાલમાં વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યૂબ તેના યૂઝર્સને અનુભવને વધુ બહેતર બનાવવા માટે દરેક પ્રયાસો કરી રહ્યું છે. હવે કંપનીએ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે 4K સપોર્ટ રોલઆઉટ કર્યું છે. એનો અર્થ એ થયો કે હવે યૂઝર્સ 2160 પિક્સલ્સ અથવા 4Kમાં વીડિયો સ્ટ્રીમિંગનો આનંદ માણી શકશે. જેનાથી યૂઝર્સનો વીડિયો એક્સપિરિયન્સ વધુ બહેતર બનશે. હાલમાં યૂઝર્સને Youtube પર 1080 પિક્સલ સ્ટાન્ડર્ડ રિઝોલ્યુશન હોય છે. જો કે, હવે એન્ડ્રોઇડ યૂઝર્સ પાસે 2160 પિક્સલ્સ અથવા 4Kમાં વીડિયો જોવાનો વિકલ્પ હશે.

XDA ડેવલપર્સ અનુસાર, ગૂગલ કંપની એન્ડ્રોઇડ ઉપકરણો પર યુટ્યુબ માટે એક નવો સ્ટ્રીમિંગ વિકલ્પ ઉમેરી રહી છે. રિપોર્ટ અનુસાર, કંપનીએ સર્વર-સાઇડ અપડેટ્સ દ્વારા નવા સ્ટ્રીમિંગ વિકલ્પને સક્ષમ કર્યો છે. જેનો અર્થ છે કે જે ફોન 1080 પિકસલ્સ અથવા 720 પિકસલ્સથી સપોર્ટેડ છે, તે હવે 4K અને HDR સુધીના હાઇ રિઝોલ્યુશનમાં વીડિયો જોવામાં સક્ષમ હશે.

યુટ્યૂબે સ્ક્રીન રીઝોલ્યુશનને ધ્યાનમાં લીધા વગર એક નવો સ્ટ્રીમિંગ વિકલ્પ બનાવ્યો છે. દા.ત. જો તમારા ફોનમાં 1080 પિકસલ્સની સ્ક્રીન છે, તો યૂઝર્સને ફક્ત 1080 પિકસલ્સ વીડિયો સ્ટ્રીમ કરવામાં આવશે. જો તમે હાઇ રીઝોલ્યુશન વિકલ્પ પસંદ કરો છો, તો વીડિયોની ઇમેજ પહેલાં કરતાં વધુ સારી થશે.

Google Pixel ડિવાઇસ જેમાં Pixel 4a અને Pixel 5a સહિતના ગૂગલ પિક્સેલ ડિવાઇસ 1080 પિક્સેલ્સ સાથે આવે છે. પરંતુ હવે આ સ્માર્ટફોન 4K વિડીયો સ્ટ્રીમ કરી શકે છે.

(સંકેત)