Site icon Revoi.in

નવો નિયમ: હવે લેન્ડલાઇનથી મોબાઇલ પર કૉલ કરવા નંબરની આગળ ઝીરો ઉમેરવો પડશે

Social Share

નવી દિલ્હી: દેશનું ટેલિકોમ ડિપાર્ટમેન્ટ નવી સિસ્ટમ અમલી કરવા જઇ રહ્યું છે. હવે લેન્ડલાઇન વપરાશકારોને ટૂંક સમયમાં લેન્ડલાઇન ફોનથી મોબાઇલ ફોન પર કોલ કરવા માટે હવે મોબાઇલના દસ નંબર અગાઉ 0(શૂન્ય) ઉમેરવો પડશે. ટેલિકોમ વિભાગે 1 જાન્યુઆરીથી આ નવી સિસ્ટમનો અમલ કરવા જરૂરી વ્યવસ્થા ઉભી કરવા ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપી દીધા છે.

આપને જણાવી દઇએ કે અગાઉ ટેલિકોમ વિભાગે લેન્ડલાઇન ફોનથી મોબાઇલ પર ફોન કરવા માટે આગળ ઝીરો ઉમેરવાના ટ્રાઇની ભલામણ સ્વીકારી લીધી હતી. આ નિર્ણયને કારણે ટેલિકોમ સર્વિસને નંબરિંગ માટે પૂરતી જગ્યા મળી રહેશે.

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ (DOT) એ મોડિફિકેશન ઑફ ડાયલિંગ પેટર્ન ફ્રોમ ફિકસ્ડ લાઇન નંબર્સ ટૂ સેલ્યુલર મોબાઇલ નંબર્સ નામના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે, ફિક્સ્ડ લાઇન અને મોબાઇલ સર્વિસ માટે પૂરતા નંબર રિસોર્સ સુનિશ્વિત કરવા માટે ટાઇએ 29મે, 2020ના રોજ કરેલી ભલામણને સ્વીકારી લેવામાં આવી છે.

ટેલિકોમ વિભાગે 20 નવેમ્બરના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે તમામ ટેલિકોમ કંપનીઓએ 1 જાન્યુઆરીથી નવી સિસ્ટમનો અમલ શરૂ કરવા જરૂરી વ્યવસ્થા સુનિશ્વિત કરવી પડશે.

મહત્વનું છે કે, ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ ચાલુ વર્ષે મે મહિનામાં લેન્ડલાઇન ફોનથી મોબાઇલ ફોન પર ફોન કરવા માટે મોબાઇલ ફોન નંબર આગળ શૂન્ય ઉમેરવાની ભલામણ કરી હતી. ટ્રાઇએ ભલામણ માટેનું કારણ જણાવ્યું હતું કે ડાયલિંગ પેટર્નમાં ફેરફાર કરવાને કારણે વધુ 254.4 કરોડ વધારાના એડિશનલ નંબરિંગ રિસોર્સિસ ઉપલબ્ધ બનશે.

(સંકેત)