Site icon Revoi.in

ભારતમાં ટૂંક સમયમાં વોટ્સએપનો ભારતીય વિકલ્પ Sandes થઇ શકે છે લોન્ચ

Social Share

નવી દિલ્હી: વોટ્સએપનું પ્રભુત્વ હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે. હવે ભારતમાં પણ વોટ્સએપનો ભારતીય વિકલ્પ ‘Sandes’ ટૂંક સમયમાં દસ્તક આપી શકે છે. રિપોર્ટ અનુસાર, અધિકારીઓ દ્વારા ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારત સરકારે આ એપને તૈયાર કરવાની વાત ગત વર્ષે કહી હતી અને હાલમાં તે ટેસ્ટિંગ ફેઝમાં છે અને લગભગ તૈયાર થઇ ચૂકી છે.

મળતી માહિતી અનુસાર, પ્રારંભિક તબક્કામાં માત્ર સરકારી અધિકારીઓ દ્વારા તેને ઉપયોગમાં લેવાશે અને ટૂંક સમયમાં લોકો માટે પણ રજૂ કરી દેવામાં આવશે. જો કે, ભારતમાં એપને રોલઆઉટ કરવા વિશે કોઇ જાણકારી નથી, પરંતુ જો તમે gims.gov.in પેજ પર જાઓ છો તો તમે ‘Sandes’ ને જોઇ શકો છો.

આ એપ તે તમામ ફીચર્સની સાથે આવે છે, જે કોઈ પણ Instant Messaging Appમાં આપવામાં આવે છે. તેમાં યૂઝર્સ વોઇસ અને ડેટા જેવા ફીચર્સનો ઉપયોગ કરી શકશે.

આ એપનું બેકએન્ડ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની શાખા રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર સંભાળે છે. રિપોર્ટ અનુસાર તેને એન્ડ્રોઇ અને iOS એમ બંને પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો યૂઝર્સ એપને LDAP દ્વારા સાઇન ઇન, OTPથી સાઇન-ઇન તેમજ Sades Webના માધ્યમથી સાઇન-ઇન કરવાનો પ્રયાસ કરે છે તો તેને એક પોપ-અપ મળે છે, જેમાં લખ્યું છે, આ ઓથેન્ટિકેશન રીતે અધિકૃત સરકારી અધિકારીઓ માટે લાગુ છે.

આપને જણાવી દઈએ કે ગત મહિને સરકારે Instant Messaging App વોટ્સએપથી તેની સર્વિસ અને પ્રાઇવસી પોલિસીમાં ફેરફારને પરત લેવાની વાત કહી હતી, જે ખાસ કરીને ભારતીય યૂઝર્સ માટે કરવામાં આવી રહ્યું હતું.

કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે વોટ્સએપ દ્વારા Privacy Policyને લઈને ભારતીય અને યૂરોપીયન યૂઝર્સ સાથે અલગ-અલગ વ્યવહાર ચિંતાનો વિષય છે. વોટ્સએપ પોતાની નવી પોલિસીને 8 ફેબ્રુઆરીથી લાગુ કરવાની હતી, પરંતુ બાદમાં તેને લંબાવીને 15 મે કરી દીધી હતી.

(સંકેત)