Site icon Revoi.in

સાવધ રહેજો! ગૂગલ સર્ચ પર હવે વોટ્સએપ યૂઝર્સના નંબર દેખાઇ રહ્યા છે

Social Share

નવી દિલ્હી: તાજેતરમાં વોટ્સએપે ફેસબૂક સાથે ડેટા શેર કરવાની ગોપનીયતા નીતિને અપડેટ કરી હતી અને ત્યારબાદ યૂઝર્સ નાખુશ જોવા મળ્યા હતા અને પ્રાઇવસી વિવાદ ચગ્યો હતો. ત્યારે હવે બીજી વાત સામે આવી છે કે, વોટ્સએપે ગૂગલ સર્ચ પર ઇન્ડેક્સિંગ દ્વારા યૂઝર્સના ફોન નંબરને એક્સપોઝ કર્યા છે. થોડા દિવસો પહેલા, એવી માહિતી પ્રાપ્ત થઇ હતી કે ગૂગલ સર્ચમાં WhatsApp ગ્રૂપ્સ દેખાઇ રહ્યા છે. અર્થાત યૂઝર્સ ગૂગલ પર કોઇપણ ગ્રૂપને શોધી શકે છે.

ગેજેટ્સ નાઉના સાયબર સિક્યોરિટી રિસર્ચર અનુસાર દાવો કરાયો છે કે, ગૂગલ સર્ચમાં વોટ્સએપ વેબ યૂઝર્સના ફોન નંબર સામે આવ્યા છે. વોટ્સએપ એ એક મોબાઇલ એપ છે પરંતુ તેનો ઉપયોગ લેપટોપ તેમજ પીસીમાં પણ થાય છે. આ રિસર્ચરે જણાવ્યું હતું કે, યૂઝર્સના નંબર વોટ્સએપ વેબ દ્વારા લીક થયા છે. એનો અર્થ એ થાય છે કે, જો તમને ખબર હોય કે કઇ રીતે ગૂગલ સર્ચમાંથી નંબર શોધી શકાય છે તો તમે કોઇના પણ નંબર શોધી શકો છો.

તેણે એ પણ કહ્યુ કે, જો કોઈ લેપટોપ અથવા ઓફિસ પીસી પર WhatsAppનો ઉપયોગ કરી રહ્યું છે, તો મોબાઈલ નંબર ઇન્ડેક્સ કરવામાં આવી રહ્યું છે. આ બધા નંબર વ્યક્તિગત છે નહીં કે બિઝનેસ નંબર. તેણે કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. તેને ખતરનાક કહી શકાય કારણ કે, ઘણા વ્યાવસાયિકો તેમના લેપટોપ અને પીસી દ્વારા WhatsAppનો ઉપયોગ કરે છે.

વોટ્સએપે એક નિવેદન બહાર પાડ્યું હતું કે, માર્ચ 2020થી વોટ્સએપે તમામ ડીપ લિંક પેઝને નો ઈન્ડેક્સ ટેગ લગાવી દિધા હતા. જેના કારણે ગૂગલ તેમને ઈન્ડેક્સ નથી કરી શકતા. કંપનીએ ગૂગલને પ્રતિક્રિયા આપી હતી તેઓ આ ચેટ્સને ઇન્ડેક્સ ન કરે.

આ પરિસ્થિતિમાં આ વાત સાચી છે કે અફવા એ અમે કહી નથી શકતા. ત્યારે તમને સાવચેત રહેવાની જ સલાહ આપી શકીએ છીએ.

(સંકેત)