અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની રિલીઝ ટેડ ટળી- 21 જાન્યુઆરી એ નહી થાય રિલીઝ
- અક્ષયની ફિલ્મ પૃથ્વીરાજ પર કોરોનાનું ગ્રહણ
- હવે 21 જાન્યુઆરી એ આ ફિલ્મ રિલીઝ નહી થાય
- કોરોનાના વધતા કેસ વચ્ચે લેવાયો નિર્ણય
મુંબઈઃ- સમગ્ર દેશ ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે ત્યારે કોરોનાના વધતા કેસની અસર ફિલ્મ જગત પર પડેલી જોઈ શકાય છે, આ મહિનામાં ઘણી ફિલ્મો રિલીઝ થવાની હતી જો કે કોરોનાને કારણે અનેક ફિલ્મોની રિલીઝ ટેડ ટાળવામાં આવી છે, શાહીદ કપૂરની જર્સી ફિલ્મ, ત્યાર બાદ RRR અને હવે અક્કીની ફિલ્મ પૃથ્વીરાજ.
અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ 21 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલ્ઝી થવાની હતી,ચાહકો લાંબા સમયથી અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ની રાહ જોઈ રહ્યા છે પરંતુ દેશમાં ઘણી જગ્યાએ સિનેમા હોલ 50 ટકાની ક્ષમતા સાથે ચાલી રહ્યા છે, જ્યારે મહારાષ્ટ્રે 8 વાગ્યા પછી થિયેટરોમાં શો ન ચલાવવાનો આદેશ આપ્યો છે. દિલ્હીમાં સિનેમાઘરો સંપૂર્ણપણે બંધ કરાવામાં આવ્યા છે. કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, આવી સ્થિતિમાં પહેલાથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ‘પૃથ્વીરાજ’ની રિલીઝ મોકૂફ થઈ શકે છે.
પૃથ્વીરાજના નિર્માતાઓનું કહેવું છે કે આ એક મોટી બદજેટ ફિલ્મ છે, તેથી કોરોના પ્રભાવિત સમયમાં તેને રિલીઝ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. થોડા દિવસ પહેલા જ આ ફિલ્મને લઈને વિવાદ થયો હતો. કારણ કે રાજપૂત શબ્દ પૃથ્વીરાજ ચૌહાણના શાસન દરમિયાન નહીં પરંતુ ચાંદબરદાઈના સમયે વપરાયો હતો.ત્યારે હવે ફિલ્મ હમણા રિલીઝ ન કરવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે પૃથ્વીરાજ ફિલ્મથી વર્ષ 2017માં મિસ વર્લ્ડ બનેલી માનુષી છિલ્લર બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે માનુષી લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં સોનુ સૂદ અને સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળનાર છે. આ ફિલ્મનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે.