- 60 લાખ ભારતીયોની પર્સનલ માહિતી લીક
- વર્ષ 2019મા ફએસબુકમાં ખરાબી આવતા ઘટના બની હોવાની શંકા
દિલ્હી – સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી ડેટા લીક થવાની ઘખટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે ત્યારે ફેસબુકનો ઉપયોગ કરતા 60 લાખ જેટલા ભારતીય નાગરિકોના વ્યક્તિગત ડેટા અને ફોન નંબરો લીક કરીને ઓનલાઇન વેચવામાં આવી રહ્યા છે,
આ મામલે જો સમગ્ર વિશ્વની વાત કરીએ તો 100 થી પણ વધુ દેશોના 53.30 કરોડ ફેસબુક વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા લીક થયો હતો, જેને ફેસબુકના ઇતિહાસમાં સૌથી મોટો ડેટા લિક થવાની ઘટના ગણવામાં આવી રહી છે
આ બાબતે ખાસ વાત એ છે કે આ તમામ ડેટા ઓનલાઇન અને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. આ ડેટા લીક થવાની સંખ્યા એટલી મોટી છે કે, હેકર્સ તેને સ્ટોર કરીને તેનો ઉપયોગ અનેક જુદીજુદી જગ્યાએ કરી શકે છે.
આ સમગ્ર બાબતે આઇટી કાયદાના નિષ્ણાત સલમાન વારિસના જણાવ્યા પ્રમાણે લીક થયેલા ટેડાઓમાં વ્યક્તિગત માહિતી જેમ કે, ફેસબુક વપરાશકર્તાઓની જન્મ તારીખ, સંપૂર્ણ નામ,જન્મ સ્થાન અને ઇ-મેઇલ સરનામાંનો સમાવેશ થાય છે. ઉપરાંત ઘણા કેસમાં ફોન નંબર પણ લીક થયા છે.
ડેટા લીક થવા બાબતે શંકાઓ સેવાઈ રહી છે કે, આ લીક વર્ષ 2019 માં ફેસબુકની તકનીકીમાં ખરાબી આવવાને કારણે થયો હતો. આવી સ્થિતિમાં, ડેટા દોઢથી બે વર્ષ જૂનો હોઈ શકે છે, તેમ છતાં તે ઉપયોગી માનવામાં આવે્ છે કારણ કે મોટાભાગની માહિતી કાયમી જ આલેખવામાં આવી હોય છે. ફોન નંબર અને ઇ-મેલ્સ વગેરે પણ સામાન્ય રીતે વપરાશકર્તાઓ બદલતા નથી.
સાહિન-