દિલ્હી – કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી બાદ યુરોપ અને આફ્રિકાના પ્રતિનિધિઓની ટીમ આજે બે દિવસીય મુલાકાતે ઘાટી વિસ્તારમાં આવી પહોંચી હતી. અહીં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લખેનીય છે કે વર્ષ 2019 ઓગસ્ટ મહિનામાં જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને અસરહીન કર્યા બાદ વિદેશી દૂતોના પ્રતિનિધિ મંડળની આ ત્રીજી મુલાકાત છે.કુલ 24 સભ્યોના આ પ્રતિનિધિમંડળમાં પોલેન્ડ, ઇટાલી, ફ્રાન્સ, નેધરલેન્ડ અને આફ્રિકા, આયર્લેન્ડ, સ્વીડન, બેલ્જિયમ, એસ્ટોનીયા, બાંગ્લાદેશ, ચિલી, બ્રાઝિલ, ક્યુબા, બોલિવિયા, માલાવી, સેનેગલ, તાજિકિસ્તાન, કિર્ગિઝ્સ્તાન અને ઘાનાનો સમાવેશ થાય છે.
વિદેશી પ્રતિનિધિ મંડળ બડગામ જિલ્લાના મગમ બ્લોકમાં પહોંચ્યું છે, જ્યાં તેમને પંચાયતી રાજ અને ત્યાંના લોકોની સમસ્યાઓ કેવી રીતે હલ કરવી તે વિશે માહિતી આપવામાં આવી છે. તેઓને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ગામમાં પંચાયતના લોકો ઘરે ઘરે જઈને લોકોની સમસ્યાઓ કેવી રીતે સાંભળે છે. વિદેશી પ્રતિનિધિ મંડળે અહીં કેટલાક સ્થાનિકો સાથે વાત પણ કરી હતી,ઉલ્લેખનીય છે કે પ્રતિનિધિ મંડળ કાશ્મીર ખીણમાં જુદા જુદા જૂથોને મળશે અને ગ્રાઉન્ડ પરિસ્થિતિનો તાગ મેળવશે.
જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી બાદ વિકાસના કાર્યો અને સુરક્ષાની સ્થિતિનું પરિક્ષણ કરવા આ બે દિવસની યાત્રા જમ્મુ-કાશ્મીરમાં કરવામાં આવી છે, આ સમય દરમિયાન, વિવિધ દેશોના રાજદૂતોને કેન્દ્ર સરકારના જમ્મુ-કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા પછી કેન્દ્રશાસિત પ્રશાસન વહીવટ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો વિશે સીધી જાણકારી પ્રાપ્ત કરશે.
સાહિન-