તીસ્તા સેતલવાડ અને પૂર્વ જીડીપીની ધરપકડ – કોર્ટમાં રજુ કરી અમદાવાદ ક્રાઈમબાંચે રિમાન્ડની કરી માંગ
અમદાવાદ – ગુજરાત પોલીસે વર્ષ 2002 ગુજરાત રમખાણોના કેસમાં બનાવટી પુરાવાઓ બનાવીને PM મોદી અને અન્યોને ક્લીન ચિટને પડકારવા બદલ ભૂતપૂર્વ ડીદજીપી શ્રીકુમાર અને સામાજિક કાર્યકર તેવી તિસ્તા સેતલવાડની ધરપકડ કરી છે.
આજરોજ શનિવારે તિસ્તાને મુંબઈથી ગુજરાત ATS દ્વારા કસ્ટડીમાં લીધા બાદ આજે વહેલી સવારે અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. બંનેને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સેતલવાડ સામે તરપિંડી, ગુનાહિત કાવતરું અને કાયદાકીય પ્રક્રિયાના આક્રોશ માટે નવો કેસ નોંધવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ દરમિયાન તિસ્તા સેતલવાડે કહ્યું, `તેઓએ મારું મેડિકલ કરાવ્યું છે. મારા હાથ પર મોટી ઈજા છે, તેઓ મને મેજિસ્ટ્રેટની કોર્ટમાં લઈ જઈ રહ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર ડીબી બ્રાડે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તિસ્તા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવ્યા બાદ શનિવારે બપોરે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા તેના ઘરેથી તિસ્તાની અટકાયત કરવામાં આવી હતી.
એક અધિકારીએ આપેલી જાણકારી પ્રમાણે આ કેસમાં પૂર્વ ડીજીપી અને આઈપીએસઆરબી શ્રીકુમારની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તિસ્તાને ગઈકાલે કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ આજે ધરપકડ કરવામાં આવી હતી. આજે બપોરે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીઓ તપાસમાં સહકાર આપી રહ્યા નથી, તેથી અમે કોર્ટને તેમના 14 દિવસના રિમાન્ડ માંગીશું. મેજિસ્ટ્રેટ સમક્ષ તિસ્તાનું નિવેદન નોંધવામાં આવશે.
તિસ્તા સેતલવાડ `સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ`ના સેક્રેટરી છે,રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરી સાથે તિસ્તા અને તેની એનજીઓ સહ-અરજીકર્તા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે અરજી ફગાવી દીધી હતી અને મોદી અને અન્યને આપવામાં આવેલી ક્લીનચીટને યથાવત રાખી હતી.અને તેની ઘરપકડ કરવામાં આવી હતી