બજારમાં કાચા તેલની કિંમતમાં દસ ટકા સુધીનો વધારો નોંધાયો છે,સાઉદી અરબ અને અમેરીકામાં અરામકો રીફાઈનરી પર થયેલા હુમલા માટે તેહરાન સમર્થિત હાઉતી વિદ્રોહીયોને જવાબદાર ગણાવ્યા અને ઈરાનને તેનું પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે.
વિશ્વની સૌથી મોટી તેલ કંપની અરામકો પર હાઉતી વિદ્રોહીઓએ કરેલા હુમલા પછી વિશ્વભરમાં તેલની કિંમતો પર તેની માઠી અસર જોવા મળી છે,તેલ બજારમાં કાચા તેલની કિંમતમાં 10 ટકાથી વધારે ઉછારો નોંધાયો છે.
સાઉદી અરબ અમેરીકાને આ હુમલા માટે તેહરાન સમર્તિથ હાઉતી વિદ્રોહીઓને જવાબદાર ગણવ્યા છે,અને ઈરાન દેશને આ માટેનું પરિણામ ભોગવવાની ચીમકી આપી છે,જો કે ઈરાને આરોપનો અસ્વીકાર કર્યો છે ,ઈરાને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.સાઉદી અરબના પ્લાન્ટ પર હુમલા પછી ઉત્પાદનનું પ્રમાણ ઘટ્યું છે,હોંગકોંગના તેલ બજારમાંથી મળેલી જાણકારી મુજબ સોમવારના રોજ બ્રેંટ ફૂડ ઓઈલના ભાવમાં 11 ટકા સુધીનો વધારો થયો હતો.જેનો ભાવ 67.31 અમેરીકી ડોલર પ્રતિ બૈરલ થઈ ચૂક્યો છે.
અમેરીકાના વિદેશ મંત્રી માઈક પોપિયોએ સાઉદી અરબના તેલ ક્ષેત્રેમાં ડ્રોનથી થયેલા હુમલા માટે ઈરાનને દોષી ગણાવ્યો છે, દેશની લગભગ અડધા તેલની ક્ષમતા અથવા દૈનિક વૈશ્વિક તેલ પુરવઠાના પર અસર પડી છે. ન્યૂઝ એજન્સી એફેના જણાવ્યા અનુસાર સાઉદી અરબના સૌથી મોટા તેલ ક્ષેત્રમાંના એક હિજરા ખુરૈસ, જે દરરોજ આશરે 1.5 મિલિયન બેરલ ઉત્પન્ન કરે છે અને વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ ભંડાર ગણાતા અબકૈકમાં શનિવારના રોજ 10 ડ્રોન દ્વારા હુમલો કરાયો હતો, જે 70 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે.
આ હુમલા પછી પોંપિયે ટ્વિટ કરીને કહ્યું કે, સાઉદી અરબમાં થેયેલા અંદાજે 100 હુમલા પાછળ તેહરાનનો હાથ છે,જ્યારે રાષ્ટ્રપતિ હસન અને વિદેશ મંત્રી મહમ્મદ જાવેદ કૂટનીતિમાં સમેલ થવાનો દેખાવો કરે છે,તણાવ ઓછો કરવાના આહવાન વચ્ચે ઈરાને હવે વિશ્વની તેલ કંપની પર મોટો હુમલો કર્યો છે.