શહેરી આવકમાં દેશના તમામ રાજ્યોમાં તેલંગાણા મોખરે – શહેરી સુવિધાઓમાં હૈદરાબાદનું સ્થાન
- શહેરી આવકમાં દેશના તમામ રાજ્યોમાં તેલંગાણા આગળ
- શહેરી સુવિધાઓમાં હૈદરાબાદનું સ્થાન
દિલ્હીઃ- ભારત દેશ અનેક રીતે વિકાસ કરી રહ્યો છે તે પછી શહેરી વિકાસ હોય કે અન્ય દેશના રાજ્યો અનેક બાબતોમાં પોતાનું આવવું સ્થeન પ્રાપ્ત કરી રહ્યા :s. ત્યારે વર્ષ 2025 સુધીમાં, રાજ્યની કુલ આવકમાં તેલંગાણા અને શહેરી વિસ્તારોમાં શહેરી વસ્તીનો હિસ્સો 50 ટકા સુધી પહોંચવાની ધારણાઓ છે.
આ સાથે જ મર્સરે સતત છ વર્ષ સુધી તેના ‘ક્વોલિટી ઓફ લાઈફ ઈન્ડેક્સ’ પર હૈદરાબાદને ભારતના શ્રેષ્ઠ શહેર તરીકે સ્થાન આપ્યું છે.
તેલંગણા શહરી આવકમાં સૌથી મોખરે
દેશના અન્ય રાજ્યોની સરખામણીએ તેલંગાણામાં અંદાજે અઢી દાયકા પહેલા આવું થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી દેશમાં શહેરી વસ્તીની રાષ્ટ્રીય સરેરાશ કુલ વસ્તીના 31.16 ટકા હતી અને તે જ સમયગાળા દરમિયાન તેલંગાણામાં કુલ વસ્તીમાં શહેરી વસ્તીનો હિસ્સો 46.8 ટકા છે.
નીતિ આયોગના આંકડાઓ મુજબ , શહેરી ભાગીદારીમાં તેલંગાણા કરતાં માત્ર તમિલનાડુ અને કેરળ આગળ છે. આયોગનું કહેવું છે કે શહેરી વિસ્તારોમાં આર્થિક ગતિવિધિઓની અસરને કારણે રોજગાર અને આવકમાં અનેકગણો વધારો નોંધાશે.જેને ધ્યાનામં લઈને તેલંગાણા સરકારે શહેરી લેન્ડસ્કેપને બદલવાની દિશામાં ઘણા પગલાં લીધાં છે.તેલંગણા રાજ્ય મુજબ, શહેરી સ્થાનિક સંસ્થાઓ રાજ્યના કુલ જમીન વિસ્તારના માત્ર ત્રણ ટકા હોવા છતાં, રાજ્યના જીડીપીમાં લગભગ બે તૃતીયાંશ યોગદાન આપૂી રહ્યા છે.
હૈદરાબાદ શહેરી સુવિધાઓની દ્રષ્ટિએ દેશમાં ટોચ પર છે
નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે આપેલી માહિતી મુજબ , દેશના અન્ય રાજ્યોમાં તેલંગાણાના 25 વર્ષ પછી શહેરી વસ્તીનો હિસ્સો 2050 સુધીમાં 50 ટકાના સ્તરે પહોંચી જશે. હૈદરાબાદ શહેરી સુવિધાઓની દ્રષ્ટિએ દેશમાં ટોચ પર છે.
ખરીદ શક્તિ, સુરક્ષા, આરોગ્યસંભાળ, રહેવાની કિંમત, મિલકતની કિંમત અને આવકનો ગુણોત્તર, ટ્રાફિક અવરજવરનો સમય અને આબોહવાની દ્રષ્ટિએ હૈદરાબાદ સૂચકાંકોમાં ટોચ પર છે.