- તેલંગણા પોસીને મળી સફળતા
- લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા 3 આતંકીઓની કરી ઘરપકડ
દેશમાં એક બાજૂ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે તો હવે દિવાળીનો પર્વ પણ નજીક આવી રહ્યો છે આવની સ્થિતિમાં આતંકીઓની નજર દેશની શઆંતિ ભંગ કરવા તરફ છે,ત્યારે સેના અને પોલીસ આ પ્રકારની આતંકી પ્રવૃત્તિઓને અટકાવવાના પ્રયાસમાં સતત કાર્ય કરી રહી છે આજ શ્રેણીમાં તેલંગણા પોસીલને મોટી કામયાબી મળી છે.તેલંગણા પલીસે લશ્કર એ તૈયબાના 3 આતંકીઓની ધરપકડ કરી છે.
જાણકારી પ્રમાણે દશેરા રેલી અને હિંદુવાદી નેતાઓ પર હુમલો કરવાનો આ આતંકીની યોજના હતી,આ યોજનાને તેલંગાણા પોલીસે નિષ્ફળ બનાવી છે. પોલીસે હૈદરાબાદના ત્રણ શકાસ્દોપની ધરપકડ કરી છે. ત્રણેય લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે.
આ મામલે પોલીસનું કહેવું છે કે આ લોકો દશેરાના અવસર પર હૈદરાબાદમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે જ સમયે, આ લોકો ભારતીય જનતા પાર્ટી અને RSSની રેલીઓમાં ગ્રેનેડથી હુમલો કરવાની પણ યોજના બનાવી રહ્યા હતા.જો કે પોલીસે આતંકીઓને પોતાની યોજના સફળ બનાવે તે પહેલા જ બદોચી લીધા છે.
આ ત્રણેય આતંકીઓની ઓળખ મોહમ્મદ અબ્દુલ ઝાહિદ ઉર્ફે મોટુ, મોહમ્મદ સમીમુદ્દીન અને માઝ હસન ફારૂક તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવેલી માહિતી અનુસાર આ આતંકીઓ પાસેથી 4 લાખ રોકડા, ચાર ગ્રેનેડ અને ઘણા દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આતંકીઓ પર આરએસએસ અને ભાજપના નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.