Site icon Revoi.in

તેલંગાણાઃ કાશ્મીર ફાઈલ્સના સ્ક્રિનીંગમાં પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યા

Social Share

બેંગ્લોરઃ સમગ્ર દેશમાં હાલ 1990માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર ઉપર બનેલી ધ કાશ્મીર ફાઈલ લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા માટે સિનેમાગૃહમાં જઈ રહ્યાં છે. દરમિયાન તેલંગાણામાં ફિલ્મના સ્ક્રિનીંગમાં બે શખ્સોએ પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યાં હતા. સિનેમાહોલમાં બે શખ્સોએ ભારતના વિરોધમાં પણ નારા લગાવ્યાં હતા જેથી તંગદીલી ફેલાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં આવેલા સિનેમાહોલમાં ધ કાશ્મીર ફાઈલ્સનું સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન પાકિસ્તાન ઝિદાબાદના નારા લાગ્યાં હતા. જેથી સિનેમાહોલમાં બેઠેલા પ્રેશકો ચોકી ઉઠ્યાં હતા. તેમજ વાતાવરણ થોડા સમય માટે તંગ બન્યું હતું. તેમજ હોલની અંદર મારામારીની પણ ઘટના બની હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. જો કે, રિવોઈ આ વીડિયોની પુષ્ટી કરતું નથી. સિનેમાહોલમાં બે શખ્સોએ માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ભારત વિરોધી અને પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યાં હતા. જેથી વાતાવરણ તંગ બન્યું હતું. દરમિયાન બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. બંને શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આ બંને શખ્સો સામે આકરી કાર્યવાહી કરવાની લોકમાગ ઉઠી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ બનાવની હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. જો કે, કેટલાક લોકો જાણીજોઈને તણાવ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.