તેલંગણાઃ કાકતીય રૂદ્વેશ્વર મંદિરનો યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજમાં કર્યો સમાવેશ
હૈદ્રાબાદ: તેલંગણાના કાકતીય રૂદ્વેશ્વર મંદિર એટલે કે, રામાપ્પા મંદિરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે. યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સમીતીના મળેલા 44માં સત્રમાં આ નિર્ણય લેવાયો છે. અગાઉ ગુજરાતની પાટણની રાણકી વાવ સહિતના ઐતિહાસિક સ્થળોને અગાઉ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતની મેગાસિટી અમદાવાદને પણ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે તેલંગણા લોકોને અભિનંદન પાઠવતા કહ્યું કે, રામપ્પા મંદિર મહાન કાકતીય રાજવંશની ઉત્કૃષ્ટ શિલ્પકલાનો નમુનો છે. ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ પણ રામપ્પા મંદિરને હેરીટેજ સાઈટ જાહેર કરવા અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા તેલંગણાના લોકોને અભિનંદન પાઠવ્યા છે.
જો કે અમદાવાદ શહેરને પણ હેરિટેજ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. યુનેસ્કો દ્વારા તેલંગણાના કાકતીય રૂદ્વેશ્વરના મંદિરએ ભારતનું તથા દેશનું 139મું વર્લ્ડ હેરીટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યું છે.
(PHOTO-FILE)