Site icon Revoi.in

તેલંગાણાને 2022 માટે ‘સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ પુરસ્કાર’,બીજા નંબરે હરિયાણા, ત્રીજા ક્રમે તમિલનાડુ 

Social Share

દિલ્હી:2022ના સ્વચ્છતા સર્વેક્ષણની ગ્રામીણ શ્રેણીમાં તેલંગાણા પ્રથમ ક્રમે છે. બીજા સ્થાને હરિયાણા અને ત્રીજા સ્થાને તમિલનાડુ છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ત્રણેય રાજ્યોના પ્રતિનિધિઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2022 પુરસ્કાર એવા રાજ્યો અને જિલ્લાઓને આપવામાં આવે છે જેઓ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G) ના પરિમાણો પર સારું પ્રદર્શન કરે છે. તે એ પણ જુએ છે કે સ્વચ્છતાની સ્થિતિ સુધારવામાં ગ્રામીણ સમુદાયની ભાગીદારી કેવી રહી છે.

નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, આંદામાન અને નિકોબારે પ્રથમ સ્થાન મેળવ્યું છે, ત્યારબાદ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, સિક્કિમ છે.

આ અવસરે રાષ્ટ્રપતિ મુર્મુએ સ્વચ્છતા અને આત્મનિર્ભર ભારતના નિર્માણ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે,જ્યારે જલ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું ત્યારે માત્ર 3.23 કરોડ ગ્રામીણ પરિવારો પાસે નળથી પાણી આવતું હતું, જે ત્રણ વર્ષમાં વધીને 10.27 કરોડ થઈ ગયું છે.જેના કારણે તાજેતરના વર્ષોમાં પાણીજન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું, પરંતુ અમારું લક્ષ્ય ઘણું મોટું છે.આપણે જળ વ્યવસ્થાપન અને સ્વચ્છતાના ક્ષેત્રમાં વિશ્વ સમક્ષ એક દાખલો બેસાડવો પડશે.રવિવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું.