દિલ્હી:માનસિક સ્વાસ્થ્ય સેવાઓ લોકોને સુલભ બનાવવા માટે, ટૂંક સમયમાં દેશના દરેક રાજ્યમાં એક ટેલી માનસ કેન્દ્ર શરૂ કરવામાં આવશે, જ્યાં 24 કલાક તબીબી સેવાઓ ઉપલબ્ધ રહેશે. સોમવારે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે, NIMHANS, બેંગ્લોર ખાતે ટેલી મેન્ટલ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ નેટવર્કિંગ અક્રોસ સ્ટેટ્સ (ટેલી-માનસ) પહેલ શરૂ કરવામાં આવી છે.
આ અંતર્ગત માનસિક સ્વાસ્થ્ય સેવાઓ ટોલ ફ્રી નંબર-14416 પર 24 કલાક ફોન પર મેળવી શકાશે. આ દરમિયાન, એવી માહિતી આપવામાં આવી હતી કે,23 ટેલી-મેન્ટલ હેલ્થ સેન્ટરનું નેટવર્ક બનાવવામાં આવ્યું છે.NIMHANS બેંગ્લોર અને IIIT બોમ્બેને આ કેન્દ્રો માટે નોડલ સંસ્થાઓ બનાવવામાં આવી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે,ભવિષ્યમાં દેશના દરેક રાજ્યમાં એક ટેલી માનસ કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી દરમિયાન માનસિક સ્વાસ્થ્યને લઈને વધતી મુશ્કેલીઓને કારણે કેન્દ્ર સરકારે નેશનલ ટેલી-મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ માટે અલગ બજેટ પણ રાખ્યું છે. તેના દ્વારા ટેલી માનસની સ્થાપના કરવામાં આવશે.