- ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને ફટકાર્યો દંડ
- 3 હજાર 50 કરોડના દંડ ફટકાર્યો
દિલ્હીઃ- ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સએ રિલાયન્સ જિયોને નેટવર્ક ન આપવા બદલ વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ પર 3 હજાર 50 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પાંચ વર્ષ જૂની ભલામણના આધારે બંને કંપનીઓ પર દંડ લાગૂ કરવામાં આવ્યો છે. બીજી બાજુ, એરટેલે આ આદેશને પડકારવાની પણ વાત કહી છે.
શું છે સમગ્ર મામલો જાણોઃ-
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2016 માં, TRAI એ જિઓ ને ઇન્ટરકનેક્ટિવિટી નકારવા બદલ વોડાફોન, આઈડિયા અને એરટેલ પર કુલ 3 હજાર 50 કરોડ રૂપિયાના દંડની ભલામણ કરી હતી. જિયોએ ટેલિકોમ રેગ્યુલેટરને આ સંદર્ભે ફરિયાદ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે પર્યાપ્ત સંખ્યામાં ઈન્ટરફેસ ન આપવાને કારણે તેના નેટવર્ક પર 75 ટકાથી વધુ કોલ પ્રાપ્ત થઈ રહ્યા નથીત્યાર બાદ TRAI એ આ કંપનીઓ પર દંડ લાદવાની ભલામણ કરી હતી.
જો કે, તે સમયે ટેલિકોમ લાયસન્સ રદ કરવાની ભલામણ ગ્રાહકોની અસુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી ન હતી. ડિજિટલ કોમ્યુનિકેશન્સ કમિશન, ટેલિકોમ્યુનિકેશન વિભાગની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, જુલાઈ, 2019 માં આ દંડને મંજૂરી આપી હતી.
વિભાગે કંપનીઓને એક અઠવાડિયાની અંદર દંડની રકમ ચૂકવવા જણાવ્યું
આ સમગ્ર મામલે સુત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે કંપનીઓને આપવામાં આવેલી ડિમાન્ડ નોટિસ સાથે સંબંધિત સામગ્રી શેર કરીને સિત્રએ જણાવ્યું હતું કે વિભાગે બંને કંપનીઓને આ દંડની રકમ ત્રણ અઠવાડિયાની અંદર ચૂકવવા જણાવ્યું છે. આ અંગે ભારતી એરટેલના પ્રવક્તાએ કહ્યું કે આ આરોપ પાયાવિહોણા છે. નવા ઓપરેટરને પોઈન્ટ ઓફ ઈન્ટરકનેક્ટની જોગવાઈઓ પર 2016 TRAI ની ભલામણોના આધારે મનમાની અને અયોગ્ય માંગ પર અમે નિરાશ છીએ.
આ સાથે જ વધુમાં મળતી વિગત પ્રમાણે એટરેટલ દ્રારા એમ પણ કહેવામાં આવ્યું છે કે કંપની ઉચ્ચ ધોરણોનું પાલન કરવામાં ગર્વ અનુભવે છે અને હંમેશા જમીનના કાયદાનું પાલન કરે છે. તેથી, અમે માંગને પડકાર આપીશું અને અમારા માટે ઉપલબ્ધ કાયદાકીય વિકલ્પો પસંદ કરીશું . જોકે, વોડાફોન આઈડિયાએ આ અંગે હજી સુધી કોી પમ પ્રકારની પ્રતિક્રીયા આપી નથી