Site icon Revoi.in

ટેલીગ્રામનું નવું ફિચર લોન્ચ – યૂઝર્સ વ્હોટ્સએપ ચેટને કરી શકશે ટ્રાન્સફર 

Social Share

દિલ્હીઃ-છેલ્લા ધણા સમયથી વ્હોટ્સએપ ચર્ચાનો વિષય બન્યું છે, વ્હોટ્સએપની પ્રાઈવેસી પોલીસીને લઈને તે ઘણા સમયથી ચર્ચીત બન્યું હતું, ત્યારે હવે અવનવા ફિચર લોન્ચ કરીને યૂઝર્સને રિઝાવવાના અનેક પ્રત્નો કરવામાં આવી રહ્યા છે.જો કે એક વાર વિવાદમાં સંપડાયા બાદ યૂઝર્સ ટેલીગ્રામનો યૂઝ કરતા થયા છે.

ત્યારે હવે યૂઝર્સને પોતોના તરફ આકર્ષવા ટેલીગ્રામ એ એક ખાસ અને યુનિક ફીચર લોન્ચ કરી દીધુ છે, જેની મદદથી યુઝર્સ તેની વોટ્સએપ અથવા તો એપની ચેટને ટેલિગ્રામ પર ટ્રાન્સફર કરી શકાશે. આ ફીચર યુઝર્સ માટે ઘણો ઉપયોગી સાબિત થાય છે.

ટેલીગ્રામનું આ છે નવું ફિચર -જાણો

.ટેલિગ્રામ પોતાના બ્લોગ દ્વારા નવા ફીચરની જાહેરાત કરી છે, અને તેના સમગ્ર યૂઝ વિશે માહિતી આપી છે. કંપનીએ કહ્યું કે, ‘ આ વર્ષે જાન્યુઆરીમાં વધુ પ્રાઈવેસી અને ફ્રિડમ સાથે યુઝર્સની સંખ્યા સો મિલિયન કરતા પણ આગળ વધી ચૂકી છે જેને લઈને ટે્લીગ્રામએ એક ખાસ ફિચર લોન્ચ કર્યું છે.

સાહિન-