નવી દિલ્હીઃ યુક્રેન સાથેના હુમલાને પગલે રશિયા સાથે અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોએ આકરા પ્રતિબંધ લાદ્યાં હતા. જો કે, ભારતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરીને બંને દેશોના પ્રમુખોને સાથે બેસીને સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. ટેલિફોનિક વાતચીતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખને યુક્રેન સાથે વાતચીત કરીને આગળ વધવા અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. સમરકંદમાં SCO શિખર સંમેલન પછી બંન્ને નેતોઓએ ઊર્જા, સહયોગ, વેપાર અને રોકાણ, રક્ષા-સુરક્ષા સહિતની વાતચીત કરી હતી. બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા પણ કરી હતી.
યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર વાતચીત અને કૂટનીતિના રસ્તે આગળ વધવાની વાતચીતને ફરી દોહરાવી હતી. વડાપ્રધાનએ પુતિનને G20ની અધ્યક્ષતાની જાણકારી આપી હતી. તેમણે શંઘાઈ સહયોગ સંગઠનની ભારતની અધ્યક્ષતા દરમિયાન બંન્ને દેશોએ સાથે મળી કામ કરવાની પણ આશા વ્યક્ત કરી હતી. બંન્ને નેતાઓએ એકબીજા સાથે નિયમિત સંપર્કમાં રહેવા પર સહમતિ પણ વ્યક્ત કરી હતી.
(Photo-File)