ચેન્નાઈ:તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણાના નિધનથી દરેક જણ દુખી છે.તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જોકે તેને બચાવી શકાયા નહીં.સાઉથ સિનેમાના ઘણા સ્ટાર્સ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનેતા કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને લિજેન્ડરી સુપરસ્ટાર ગણાવ્યા છે.
વડાપ્રધાને મંગળવારે ટ્વિટ કર્યું, “કૃષ્ણા ગારુ એક મહાન સુપરસ્ટાર હતા, જેમણે પોતાના અભિનય અને વાઇબ્રેન્ટ વ્યક્તિત્વથી લોકોના દિલ જીતી લીધા હતા.તેમની વિદાય સિનેમા અને મનોરંજનની દુનિયા માટે મોટી ખોટ છે.દુઃખની આ ઘડીમાં મારા સંવેદનાઓ મહેશ બાબુ અને તેમના પરિવાર સાથે છે.પીએમ ઉપરાંત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
સુપરસ્ટાર કૃષ્ણાના નિધન પર દક્ષિણ ભારતીય સિનેમાના ઘણા મોટા સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે.રજનીકાંતે ટ્વીટ કર્યું, “કૃષ્ણા ગારુનું નિધન તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મોટી ખોટ છે.તેની સાથે જે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું તેની યાદો હંમેશા સાથે રહેશે.તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.તેમના આત્માને શાંતિ મળે.”