- તાપમાનમાં એકાએક વધારો નોંધાયો
- ઠંડી ગાયબ થતા ડબલ ઋતુનો અનુભવ
- વાવાઝોડાથી હવામાનમાં બદલાવની શક્યતા
રાજકોટ: રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં એકાએક તાપમાન વધ્યું છે.છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં ઘટાડો વધારો નોંધાયો છે. દક્ષિણ ભારતમાં આવેલા વાવાઝોડાને પગલે વાતાવરણમાં પરિવર્તન આવ્યાની વિગતો ચર્ચાઈ રહી છે.
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડિસેમ્બરની શરૂઆતે તાપમાન ધીમે ધીમે ઘટવા લાગતા ઠંડી વધી હતી. જોકે છેલ્લા સપ્તાહથી તાપમાન સરેરાશ 23 થી 25 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે. વહેલી સવારે જરૂર તાપમાનનો પારો નીચો આવે છે, પરંતુ બે થી ત્રણ દિવસથી ઠંડી જાણે ગાયબ થઇ ગઈ હોઈ તેવી અનુભૂતિ થવા લાગી છે..
હવામાન વિભાગનો અંદાજ છે, જે 15 ડિસેમ્બર આસપાસ તાપમાનનો પારો ફરી નીચો આવશે અને કડકડતી ઠંડી પડવાની શરૂ થશે. થોડા દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા એવી આગાહી પણ કરવામાં આવી હતી કે ગુજરાતમાં 2 દિવસ વરસાદ પણ આવી શકે તેમ છે.
_Devanshi