ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર
ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. જેથી લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ પોરબંદર અને ગીરસોમનાથમાં હિટ વેવની પરિસ્થિતિ રહેશે.
આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 25 તારીખ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલીમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. આજે રાજયમાં સૌથી વધુ અમરેલીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 40.1 ડિગ્રી, અમદાવાદમાં 37.4, વડોદરામાં 38.6, સુરતમાં 38.4 અને ભાવનગરમાં 37.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.