મંદિરોની વ્યવસ્થાપન સમિતિઓ રાજકીય જાગીર ન હોઈ શકે: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે મંદિરોની વ્યવસ્થાપન સમિતિઓ રાજકીય જાગીર ન હોઈ શકે. મંદિરોના સંચાલનને રાજનીતિ અને પાર્ટી લાઇનથી અલગ કરવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે ધાર્મિક ટ્રસ્ટોની વ્યવસ્થાપન સમિતિઓમાં કોઈપણ શાસક પક્ષના ધારાસભ્યો અને પક્ષના કાર્યકરોને સામેલ કરવાની પ્રથાનો અસ્વિકાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિ કુમારની ખંડપીઠે શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ, શિરડીની મેનેજિંગ કમિટી સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે અવલોકન કર્યું હતું.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું, “સમય આવી ગયો છે કે જ્યારે રાજકીય પક્ષોએ પક્ષની રેખાથી ઉપર ઉઠીને શ્રદ્ધાળુઓના હિતમાં પૂજા સ્થાનોના વહીવટને મજબૂત કરવા માટે કામ કરવું જોઈએ.” શા માટે રાજકારણીઓ અમુક મંદિરોને લઈને આટલા સક્રિય થઈ જાય છે અને મેનેજમેન્ટ કબજે કરવા માગે છે? મેનેજમેન્ટમાં જે પણ આવે છે, તેઓ વિવિધ કારણોસર પોતાના લોકોને તેમાં સામેલ કરે છે.
ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, સાઈબાબા ટ્રસ્ટની મેનેજિંગ કમિટિ, જેને બોમ્બે હાઈકોર્ટે 13 સપ્ટેમ્બરના આદેશને રદ કરવામાં આવ્યો હતો. જેમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના સભ્યોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચ સાથે સંમત થયા અને કહ્યું, “ધાર્મિક સ્થળોની વ્યવસ્થાપન સમિતિઓ રાજકીય જાગીર બની શકે નહીં”.