Site icon Revoi.in

બિહારમાં દસ દિવસ વધ્યુ લોકડાઉન:  હવે 25 મે સુધી પર રહેશે લોકડાઉન

Social Share

પટના: બિહારમાં કોરોનાવાયરસના કેસ ચીંતાનો વિષય બની રહ્યા છે. કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે બિહાર રાજ્યની સરકારે હવે લોકડાઉન લંબાવ્યું છે અને તેને 25 મે સુધી કરી દેવામાં આવ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે આજે બિહારમાં કોરોનાવાયરસના સંક્રમણને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. લોકડાઉનનું સકારાત્મક પરિણામ જોવા મળ્યું છે અને તેથી બિહારમાં 10 દિવસ એટલે કે 16થી 25 મે સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે.

જો કે બિહારમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે જેના કારણે રાજ્ય સરકાર પણ ચીંતામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ બિહારને શક્ય મદદ કરવામાં આવી રહી છે. કોરોનાવાયરસના કેસ વધતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર લોકડાઉન અને રસીકરણ પર ભાર આપી રહી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પણ 1 જૂન સુધી પ્રતિબંધોને લંબાવી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા અન્ય રાજ્યમાંથી આવનારા તમામ લોકોનો આરટી-પીસીઆર રિપોર્ટ પણ ફરજીયાત કરવામાં આવ્યો છે.

દેશમાં કોરોનાવાયરસના કેસનો આંકડો 2.37 કરોડ પહોંચી ગયો છે અને છેલ્લા 24 કલાકમાં 3.62 લાખથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં 37 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની ટકાવારી 83.26 થઈ ગઈ છે.