જામનગરના કાલાવડમાં દસ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. અમદાવાદ સહિત 20 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન જામનગરના કાલાવડમાં દસ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન નાખવામાં આવ્યું છે. જો કોસ લોકોને જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી મળે રહે તે અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થતા સંક્રમણ અટકાવવા માટે સરકાર તથા સ્થાનિક તંત્રની સાથે હવે વેપારી મંડળો અને સામાજીક સંસ્થાઓ પણ કામગીરી કરવામાં આવી રહી છે. મહેસાણા, પાટણ અને અમરેલીમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નાના-નાના ગામો અને અન્ય વિસ્તારોમાં સ્થાનિકોએ સ્વૈચ્છાઓ લોકડાઉનનો અમલ કરી રહ્યાં છે.
દરમિયાન જામનગરનાં કાલાવડમાં આજથી દસ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે. 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક રીતે કાલાવડ શહેર બંધ પાળશે. શહેરના બજારો સવારે 8 થી 2 સુધી ખુલ્લા રહેશે અને તેમાં પણ જીવન જરૂરીયાત વસ્તુ સિવાય બધુ બંધ પાળવામાં આવશે.