- રાજસ્થાનના ભીલવાડામાં તણાવપૂર્ણ માહોલ
- ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરાઈ
જયપુરઃ-રાજસ્થાનના ભીલવાડામાં ફરી એકવાર સાંપ્રદાયિક તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. વિતેલા દિવસને મંગળવારે એક યુવકની હત્યા બાદ આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે,તો આ સાથે જ ત્યારે ભાજપે બુધવારે આ મુદ્દે બંધ પાળ્યું છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને મંગળવારના રોજ ભીલવાડામાંઅન્ય સમુદાયના લોકો દ્વારા કથિત રીતે 22 વર્ષીય યુવકની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવ્યા બાદ તણાવ ફરી વધી ગયો હતો. પોલીસે જણાવ્યું કે આ હત્યા પૈસાના વિવાદને લઈને થઈ છે.
ત્યારે હવે તણાવપૂર્ણ સ્થિતિને જોતા ભીલવાડા જિલ્લા કલેક્ટરએ આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથએ જ જણાવાવમાં આવ્યું છે કે “ભીલવાડામાં ગુરુવાર, 12 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત રહેશે.
આ ઘટના ઘટ્યા બાદ ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ જાગરણ મંચે આ વિસ્તારમાં બંધનું એલાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ ભીલવાડામાં બે સમુદાયો વચ્ચે અથડામણ સર્જાતા માહોલમાં અશાંતિ ફેલાઈ હતી ત્યારથી અહી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.