Site icon Revoi.in

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ:કારની અંદર જોરદાર વિસ્ફોટ,ગેસ પાઈપલાઈનમાં આગ,યુદ્ધની આશંકા

Social Share

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે.કોઈ હુમલો નહીં થાય તેવા દાવા ચોક્કસ કરવામાં આવી રહ્યા છે,પરંતુ જમીન પર સ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી રહી છે. હવે શુક્રવારે પૂર્વી યુક્રેનમાં એક કારની અંદર જોરદાર વિસ્ફોટ થયો છે.આ ઘટના પૂર્વી યુક્રેનના ડોનેત્સ્ક શહેરમાં બની છે, જ્યાં રશિયા સમર્થિત અલગતાવાદીઓએ કબજો કરી લીધો છે.આ વાહન પ્રાદેશિક સુરક્ષા વડા ડેનિસ સિનેન્કોવનું હોવાનું કહેવાય છે, ઉપરાંત પૂર્વ યુક્રેનમાં ગેસ પાઇપલાઇનના એક ભાગમાં આગ લાગી હતી.

હવે આ હુમલા અંગે વધુ માહિતી સામે આવી નથી.પરંતુ અમેરિકા સતત દાવો કરી રહ્યું છે કે,રશિયા ફોલ્સ ફ્લેગ અભિયાન હેઠળ યુક્રેન પર હુમલો કરી શકે છે.ફોલ્સ ફ્લેગ અભિયાનનો અર્થ એ છે કે,કોઈ દેશ તેના પોતાના પ્રદેશ પર હુમલો કરે છે અને પછી તેના પર અન્ય કોઈ દેશ પર આરોપ લગાવે છે, ત્યારે એ હુમલાના આધારે જ જવાબી કાર્યવાહી કરવી જોઈએ.

હાલ સ્થિતિ તંગ છે અને અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે,રશિયા કોઈપણ સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે.પોતાના સંબોધનમાં બાઈડેને કહ્યું છે કે,અમેરિકાને એવા ઇનપુટ્સ મળ્યા છે કે,પુતિને યુક્રેન પર હુમલો કરવાનું મન બનાવી લીધું છે. તેઓ યુક્રેનની રાજધાની પર પણ હુમલો કરી શકે છે.પ્રમુખ બાઇડેનના કહેવા પ્રમાણે તેઓ યુક્રેનની સરહદ પર અમેરિકી દળો મોકલવાના નથી.પરંતુ તેમનો ટેકો યુક્રેન સાથે રહેવાનો છે.

જો બાઈડેનએ ભારપૂર્વક કહ્યું છે કે,જો રશિયા પીછેહઠ નહીં કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.તમામ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવશે. અમેરિકાએ સલાહ આપી છે કે,રશિયા હજુ પણ કૂટનીતિ દ્વારા પરિસ્થિતિને સંભાળી શકે છે.