Site icon Revoi.in

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદ ઉપર ગોળીબારમાં છના મોત

Social Share

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બાદ પાકિસ્તાન અને તાબિલાન વચ્ચેના સંબંધમાં ખટાશ આવી છે. એટલું જ નહીં બંને દેશ વચ્ચે સરહદ ઉપર પણ તણાવ વધ્યો છે. દરમિયાન બોર્ડર ઉપર તાલિબાની તથા પાકિસ્તાન આર્મી વચ્ચે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં છ પાકિસ્તાની નાગરિકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત 17 વ્યક્તિઓ ઘાયલ થયાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની સેના તેમજ અફઘાન તાલિબાન લડાકુઓ વચ્ચે  ચમન સિમા પર ભારે ઘર્ષણ થયું છે. પાકિસ્તાનની સેના તેમજ અફઘાન તાલિબાન લડાકુઓ વચ્ચે આ લડાઇ ત્યારે શરૂ થઇ જ્યારે અફઘાનિસ્તાનના સરહદી શહેર  ઇસ્કુન ગોલ્ડકમા મોર્ટાર પડવાથી લગભગ ચારના મોત  અને 20 લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતા. તેના જવાબમાં અફઘાન તાલિબાન લડાકુઓએ પાક અફઘાન ચમન સિમા પર હુમલો કર્યો હતો. આ ગોળીબારમાં 6 પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતાં. જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતાં. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પાકિસ્તાન સેનાએ નિવેદનમાં જણાવ્યું છે કે પાક સેનાએ તાલિબાન લડાકુઓને ચોકી બનાવતા રોકવાની કોશિશ કરી હતી ત્યારે બન્ને વચ્ચે ઘર્ષણ થયું હતું.