- ખેડૂત નેતા અને સરકારની બેઠક સમાપ્ત
- સરકારે ખેડબતોની બે વાતનો સ્વીકાર કર્યો
- આવનારી બેઠક ચોથી જાન્યુઆરી એ યોજાશે
દિલ્હીઃ-છેલ્લા એક મહિનાથી પણ વધારે સમયથી પંજાબ,હરિયાણા સહિતના ખેડૂતો નવા કૃષિ કાયદાને લઈને વિરોધ કરી રહ્યા છે, ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે આજ રોજ છઠ્ઠા રાઉન્ડની બેઠક સમાપ્ત થી છે, ત્યાર બાદ બન્ને વચ્ચેની આવનારી બેઠક ચોથી જાન્યુઆરી એ યોજાનાર છે.
સરકાર દ્રારા આ બેઠકમાં ખેડૂત નેતાઓને ત્રણ કૃષિ કાનૂન વિશે કિસાનોની માંગણી પર વિચાર કરવા સમિતિ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ સાથે સરકારે એ પણ કહ્યું કે કાયદો પાછો ખેંચાશે નહીં. સરકારે ખેડૂતોને કહ્યું કે તેમને જે પણ નિયમો પર આપત્તિ છે તે બાબતે સરકાર ચોક્કસ વિચાર કરશે.
ખેડૂત નેતાઓએ કહ્યું કે, સરકાર ત્રણેય કાયદાઓ રદ કરે. અમે કાયદો રદ કરાવીને જ પાછા જઈશું. જો કે મળતી માહિતી પ્રમાણે સરકારે ખેડૂતોને એ વાતનો વિશ્વાસ અપાવ્યો છે કે, દિલ્હી-એનસીઆરનું વાતાવરણ સાફ રાખવા માટે ઓર્ડિનેન્સમાં ખેડૂતોને બહાર રાખવામાં આવશે. આ ઓર્ડિનેન્સમાં ખેડૂતોને પરાલી બાળવા પર 1 કરોડ સુધીનો દંડ કરવામાં આવ્યો હતો. આ સિવાય વિજળી એક્ટને લઈને પણ સરકારે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો છે કે તેને લાગુ કરાશે નહી.
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ બેઠક બાદ જણાવ્યું છે કે,ખેડૂતોની ચારમાંથી બે માંગણી અમે સ્વીકારી છે, બાકીના કાયદા પર વિચાર કરવામાં આવશે, બેઠક સારી રીતે યોજાય ચૂકી છે, આ બેઠકમાં ખેડૂતોની માંગણી એવા પરાલી અને વિજળી એક્ટ પર સહમતી દર્શાવાય છે.
સાહિન-