Site icon Revoi.in

મોરોક્કોમાં 6.8 તીવ્રતાનો ભયાનક ભૂકંપથી તબાહીના દ્રશ્યો સર્જાયા, 300થી પણ વધુ લોકોના મોત અનેક લોકો ઘાયલ

Social Share

દિલ્હીઃ- વિદેશમાં અવાર નવાર ભૂકંપની ભયાનક ઘટનાઓ સામે આવતી હોય છએ ત્યારે મોરક્કોમાં પણ ભયાનક ભૂકંપ આવવાની ઘટના સામે આવી છે જેનાથી તબાહીના દ્ર્શ્યો સર્જાયા છે,અનેક લોકતોના મોત થયા છે તો સેંકડો લોકો ઘલરથી બે ઘર થયા છે તો અનેક લોકો ઘાયલ પણ થયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  મોરોક્કોમાં આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર રાત્રે 11 વાગ્યેને 10 મિનિટ આસપાસ  આવ્યો હતો.6.8ની તીવ્રતાના ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. તેના કારણે સેન્ટ્રલ મોરોક્કો ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 300થી વધુ હોવાનું કહેવાય છે.

આ ઘટનાને લઈને રોઇટર્સના અહેવાલ મુજબ 296 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર 18.5 કિમીની ઊંડાઈએ મારાકેશથી 71 કિમી દક્ષિણપશ્ચિમમાં હતું.થોડા સમય પછી, આ સ્થળોએ ભૂકંપના આફ્ટરશોક્સ પણ અનુભવાયા હતા, જેની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી.

માહિતી અનુસાર આ ભૂકંપથી સૌથી વધુ નુકસાન શહેરની બહાર જૂની વસાહતોને થયું છે. મોરોક્કોના ઘણા નાગરિકોએ સોશિયલ મીડિયા પર આનાથી સંબંધિત વીડિયો અને ફઓટો  પણ પોસ્ટ કરેલા જોવા મળે છે, જેમાં બિલ્ડિંગો તોડી પડાયા બાદ ધૂળની ડમરીઓ ઉડતી  જોઈ શકાય છે. ત્યારે આ ભૂકંપના કારણે અનેક લોકો ઘરથી બેઘર થયા છે.