- તમિલનાડુમાં ભયાનક અકસ્માત સર્જાયો
- ટ્રક ખીણમાં પડતા 11 લોકોના થયા મોત
દિલ્હીઃ- દેશભરમાં જોખમી માર્ગો પર અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે તમિલનાડુના પહાડી વિસ્તાર એવા તિરુપત્તુર જિલ્લામાં 30 યાત્રાળુઓને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનામાં મહિલાઓ સહિત 11 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર પણ મળી રહ્યા છે, જેમની સરકારી જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે પુલિયુર ગામના 30 શ્રદ્ધાળુંઓ ટ્રકમાં સવાર થીને જિલ્લાના પહાડી સાંબરાઈમાં સ્થિત મંદિરમાં જઈ રહ્યા હતા.ત્યરે ટ્રક ખઈણમાં ખાબકી પડી હતી અને અકસ્માત સર્જાયો હતો.
પોલીસે આપેલી જાણકારી પ્રમાણે ઘાટ રોડ પર વળાંક વાળા માર્ગ પરથી પસાર થતી વખતે ટ્રક ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. “11 લોકોના મોત થયા છે જેમાં છ મહિલાઓ અને પાંચ કિશોરીઓનો સમાવેશ થાય છે. લગભગ 20 લોકો ઘાયલ થયા છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
આ ઘટનાને પગલે રાજ્યના નમુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના આશ્રિતોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત પણ કરી હતી.