- ઉત્તપપ્રદેશમાં ટ્રક બની કાળનો કોળીયો
- રસ્તા પર ઊભેલી બસને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો
- આ અકસ્માતમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા
લખનૌઃ ઉત્તર પ્રદેશ રાજ્યના બારાબંકી જીલ્લામાં રામસનેહી ઘાટ થાણે વિસ્તારમાં લખનૌ-અયોધ્યા નેશનલ હાઈવે પર એક દૂ્ટના સર્જાઈ છે, મળતી માહિતી મુજબ મોડી રાતના અંદાજે 1 વાગ્યેને 30 મિનિટે આ હાઈવે પર ભયંકર અકસ્માતની ઘટના બનવા પામી છે,જેમાં 18 લોકોએ પોતાના જીવની આહુતિ આપી છે.
બારબંકી જીલ્લાના રામસનેહી ઘાટ થાણે વિસ્તારમાં લખનૌ-અયોધ્યા નેશનલ હાઈવે પર ડબલ ડ્રેકર બસને એક ટ્રકે અડફએટે લેતા ભયાનક અકસ્માત થયો હતો, જેમાં 18 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.તો અન્ય 15 બસમાં સવાર યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે.આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે લખનૌ ટ્રોમાસેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, અયોધ્યા બોર્ડર પર કલ્યાણી નદી પુલ પર ડબલ ડેકર બસ રાત્રીના એક વાગ્યે એક્સલ બ્રેકડાઉન થવાના કારણે ખરાબ થઈ હતી. ભારે વરસાદને કારણે ડ્રાઇવર અને ઓપરેટર બસ બાજુમાં પાર્ક કરીને સમારકામ કરાવી રહ્યા હતા. તે દરમિયાન લખનૌ બાજુથી એક બેકાબુ ટ્રક હાઇ સ્પીડમાં દોડી આવી હતી અને બસને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે તેમાંના મોટાભાગના લોકો ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.
આ અકસ્માત બાદના 2 કલાક પછી એટલે કે સાડા 3 વાગ્યા સુધી ચાર લોકોના મૃતદેહ ઘટના સ્થળ પર જ દબાયા હતા, જ્યારે સીએસસી રામસાનેહિઘાટ દ્વારા 11 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. જ્યારે બારાબંકી જિલ્લાની હોસ્પિટલમાં સારવાર વખતે એકનું મોત નીપજ્યું હતું.આ અકસ્માતમાં 18 બસ મુસાફરોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મોટી સંખ્યામાં ટ્રાફિક જામ થયો હતચો,અકસ્માત બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાંચ કિલો મીટર લાંબો ટ્રાફિક જામ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે વરસાદ વધુ હોવાના કારણે બસ ખોટકાઈ જતા રોડ સાઈડમાં ઊભી હતી ત્યારે ટ્રક કાળનો કોળીઓ બનીને આવી હતી.