Site icon Revoi.in

અફઘાનિસ્તાન માં ભયાનક ભૂકંપ, અત્યાર સુધી ૩૦૦ થી વધુ ના મોત

Social Share

દિલ્હીઃ અફઘાનિલ્તાનમાં અવાન નવાર ભૂકંપ આવવાની ઘટનાો બનતી રહેતી હોય છએ ત્યારે વિતેલા દિવસને શનિવારે અહી ફરી ભયાનક ભૂકંપે તબાહી મચાવી હતી અનેક લોકોના જીવ ગયા હતા તો કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તો સાથે જ લોકો ઘરથી બેઘર પણ થયા છે.

આ બબાતે મળતી માહિતી અનુસાર શનિવારે પશ્ચિમ અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા. જેમાં 300 લોકોના મોત થયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ આ માહિતી આપી.

દેશની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટી અનુસાર, સ્થાનિક સત્તાવાળાઓએ અંદાજે 300થી મઘુ મૃત્યુઆંક અને 500 ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શનિવારે બપોરે 12:11 વાગ્યે રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા ધરાવતો પહેલો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ 12.19 વાગ્યે 5.6 અને ત્રીજો ભૂકંપ 12.42 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 નોંધવામાં આવી હતી. .

હેરાત શહેરના રહેવાસી અબ્દુલ શકોર સમદીએ જણાવ્યું હતું કે બપોરના સુમારે શહેરમાં ઓછામાં ઓછા પાંચ શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે શનિવારે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા.

આસાથે જ આ ધરતીકંપનું કેન્દ્ર હેરાત શહેરની ઉત્તરપશ્ચિમમાં 40 કિલોમીટર  હતું. બાદમાં 5.5ની તીવ્રતાનો આંચકો પણ આવ્યો હતો. USGS વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલ નકશો પ્રદેશમાં સાત ધરતીકંપનો સંકેત આપે છે.

ભૂકંપના કારણે ‘લોકો તેમના ઘરોમાંથી બહાર આવી ગયા છે. ઘર, ઓફિસ અને દુકાનો બધુ ખાલી કરીને ભાગદોડ મચાવા લાગ્યા હતા .જો કે હજી પણ અહીં વધુ આફ્ટરશોક્સની શક્યતા છે.

તાલિબાન સરકારી અધિકારીઓએ હજુ સુધી સંભવિત જાનહાનિ અથવા નુકસાન અંગે ટિપ્પણી કરી નથી. અહી ટેલિફોન કનેક્શન ડાઉન છે, જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ચોક્કસ વિગતો મેળવવી મુશ્કેલ બની રહી છે. બીજી તરફ, શુક્રવારે રાત્રે દક્ષિણ મેક્સિકોમાં પણ 5.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.