- મુંબઈની 20 માળની બ્લિડિંગમાં લાગી આગ
- અત્યાર સુધી ઘટનામાં બે ના મોત
મુંબઈઃ- મહાનગરી મુંબઈમાં 20 માળ પર લાગેલી આગના સમાચાર વાયુવેગ પ્રસરી રહ્યા છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે આજ રોજ શનિવારે સવારે અદાજે 7 વાગ્યે આસપાસ મુંબઈમાં એક 20 માળની રહેણાંક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
આ ઘટનામાં બે લોકો દાઝી ગયા છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે અન્ય 12 ઘાયલોની હાલત સ્થિર છે.તો અત્યાર સુધી 7 લોકોના મોત થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઘટના મુંબઈના તારદેવ વિસ્તારમાં ગોવાલિયા ટાંકી ખાતે ગાંધી હોસ્પિટલની સામે કમલા બિલ્ડીંગના 18મા માળે સવારે લગભગ 7 વાગે બની હતી. અ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે લેવલ થ્રી આગ ફાટી નીકળી છે, જેના માટે 13 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. જો કે આ ઘટના અંગે હજુ સુધી સંપૂર્ણ માહિતી મળી શકી નથી. અધિકારીઓનું કહેવું છે કે બિલ્ડિંગમાં કેટલા લોકો ફસાયેલા છે તે શોધવાના પ્રયાસો ચાલુ છે, આગમાં દાઝી ગયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પાંચ એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે.