- કેરલમાં મોડી રાતે આગ લાગવાની ઘટના
- 5 લોકોના સળગી જવાથી થાય મોત
દિલ્હી- દેશભરમાં રોજેરોજ અનેક ઘટનાો સામે આવે છે, જેમા આગના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા હોય તેવા કિસ્સાઓ રોજે રોજ સાંભળ્વા મળતા હોય છે ત્યારે મોડી રાતે આવી જ એક આગની ઘટના બનવા પામી છે, કેરલ રાજ્યમાં બનેલી આ આગની ઘટનામાં 5 લોકોના મોતના એહવાલ મળી રહ્યા છએ
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેરળના તિરુવનંતપુરમ ગ્રામીણ જિલ્લામાં સોમવારની મોડી રાત્રે બે માળના મકાનમાં અંદાજે રાત્રે 2 વાગ્યે આગ ફાટી નીકળી હતી, જેમાં પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા. જેમાં પતિ-પત્ની, પુત્ર -પુત્રવહુ અને એક નાના માત્ર આઠ મહિનાના પુત્રનો સમાવનેશ થાય છે
આ ઘટનાને મામલે પોલીસે જણાવ્યું હતું કે ઘટનાની જાણ ઘરના માલિક કે જેનું નામ પ્રતાપ છે તેમના પાડોશીઓ દ્વારા કરવામાં આવી હતી, ઘરમાંથી ધુમાડો નીકળતો જોઈ સ્થાનિકોએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેઓએ આગને કાબુમાં કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ઓલવાનવામાં નિષ્ફળતા મળી હતી, આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરુપ ઘારમ કરી લીઘુ હતું અને ઘરના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી બાઇક પણ આગની લપેટમાં આવી હતી.
જો કે હાલ ઘરમાં આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ઘરી રહી છે, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.