જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની દહેશત, કઠુઆમાં IED બ્લાસ્ટની ઘટના, એક પોલીસકર્મી ઘાયલ
- જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની દહેશત
- કઠુઆમાં IED બ્લાસ્ટ થયો
- આ બ્લાસ્ટમાં એક પોલીસકર્મી ઘાયલ
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત પાકિસ્તાની ઘુસણખોરો અને આતંકવાદીઓની નજર અટકેલી હોય છએ તેઓ સતત અહીં શાંતિ ભંગ કરવાના પ્રયાસોમાં લાગે હોય છએ તેવી સ્થિતિમાં ફરી એક વખત જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આઈઈડી બ્લાસ્ટની ઘટના સામે આવતા આતંક હુમલાની દહેશત વર્તાઈ રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બુધવારે રાત્રે વિસ્ફોટ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ડીઆઈજી શક્તિ પાઠકે બ્લાસ્ટ અંગે માહિતી આપતા કહ્માંયું હતું કે આ બ્લાસ્ટની ઘટનામાં એક પોસકર્મી ઘાયલ થયો છે
આ આઈઈડી વિસ્ફોટ સરહદથી લગભગ ત્રણ કિલોમીટર પહેલા હીરાનગરમાં સાન્યાલ પોલીસ ચોકી પાસે કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનાથી ઘરોના કાચ તૂટી ગયા. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરનો આ વિસ્તાર સરહદની નજીક હોવાને કારણે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.
આ વિસ્ફોટની જાણ થતાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. લોકોએ હીરાનગર પોલીસ સ્ટેશન હેઠળ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોર્ડર પોલીસ ચોકી સાન્યાલ પાસે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. આ માહિતી બાદ જ પોલીસ ટીમ એક્શનમાં આવી હતી છે. વિસ્ફોટની ચોક્કસ માહિતી હજુ સ્પષ્ટ નથી પરંતુ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.