Site icon Revoi.in

પાકિસ્તાનમાં આતંકી હુમલો, બલુચિસ્તાન પ્રાંતમાં સેનાની ગાડી પર ગોળીબારથી કરાયેલા હુમલામાં  14 સૈનિકોના મોત

Social Share

દિલ્હીઃ પાડોશી દેશ પાકિસ્તાન કે જે હંમેશાથઈ ભારતની શઆંતિ ભંગ કરવાના પ્રયત્નમાં હોય છે પાકિસ્તાન દ્રારા સરહદ પર સતત ઘુસણખોરી અને આતંકી ઘટનાઓને અંજામ આપવાના પ્રય્તન રહેતા હોય છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાનની સેના પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણેૃ આતંકવાદીઓએ ફરી એકવાર પાકિસ્તાની સેનાને નિશાન બનાવી છે. માહિતી પ્રમાણે આતંકવાદીઓએ શુક્રવારે પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 14 સૈનિકોના મોત થયા.

વિતેલા દિવસને  શુક્રવારે બલૂચિસ્તાનમાં થયેલો આ આતંકવાદી હુમલો આ વર્ષનો સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે, જેમાં પાકિસ્તાની સેનાના સૌથી વધુ સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાની સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આતંકવાદીઓએ આ હુમલો ત્યારે કર્યો જ્યારે સૈનિકોના બે વાહનો ગ્વાદર જિલ્લાના પસનીથી ઓરમારા વિસ્તારમાં જઈ રહ્યા હતા.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે પાકિસ્તાની સેનાએ બે દિવસ પહેલા જ 6 આતંકીઓને ઠાર કર્યા હતા પાકિસ્તાની સેનાના નિવેદન અનુસાર, વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યો છે અને આ ઘૃણાસ્પદ કૃત્ય કરનારા ગુનેગારોને પકડીને ન્યાય આપવામાં આવશે.

સૈન્યની મીડિયા વિંગે, જોકે, હુમલા વિશે કોઈ વધારાની માહિતી આપી નથી. બલૂચિસ્તાનના કાર્યવાહક મુખ્ય પ્રધાન અલી મર્દાન ડોમકીએ આ હુમલાની સખત નિંદા કરી હતી અને વાયદો કર્યો રહતો કે હુમલો કરનારા આતંકવાદીઓનો હિસાબ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ પાકિસ્તાની સેનાએ બલૂચિસ્તાનના સાંબાસ વિસ્તારમાં 6 આતંકીઓને ઠાર કર્યા હતા. માનવામાં આવે છે કે આતંકીઓએ આ કાર્યવાહીનો બદલો લીધો છે. તાલિબાન સત્તામાં આવ્યા બાદ હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે .પાકિસ્તાનમાં આતંકી ગહુમવલાઓની સતત ઘટનાઓ હવે સામે આવતી રહેતી હોય છે.