- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ પોલીસ પર કર્યો ગોળીબાર
- પોલીસ કર્મીની હાલત ગંભીર
- પોલીસ કર્મીને હોસ્પિટલમાં દાખલ કરાયો
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકવાદીનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે, આતંકીો દ્રારા અહીં શાંતિ ભંગ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આતંકીઓએ એક પોલીસ કર્મી પર ગોળી બાર કર્યો હોવાની ઘટના આજરોજ સામે આવી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં શનિવારે આતંકવાદીઓએ એક પોલીસકર્મીને ગોળી મારીને ઘાયલ કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલ કોન્સ્ટેબલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અધિકારીના જણાવ્યામુજબ , “શહેરના સફાકદલ વિસ્તારમાં આવેલા આઈવા બ્રિજ પાસે સવારે લગભગ 8.40 વાગ્યે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ ગુલામ હસન પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયો હતો.ત્યાર બાદ તેની હાલત ગંભીર જણાતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
આતંકીઓ દ્રારા ગોળીબાર કર્યા બાદ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ કરાયું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું,ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને શુક્રવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળોએ અંસાર ગઝવત-ઉલ-હિંદ આતંકવાદીઓના બે સહયોગીની ધરપકડ કરી લીધી છે.