જમ્મુ-કાશ્મીરમાં બે વર્ષ બાદ આતંકવાદ જોવા નહીં મળેઃ ઉપરાજ્યપાલ
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ જોવા નહીં મળે. ભારત સરકાર આ દિશામાં કામ કરી રહી છે. EEPC ઈન્ડિયા નોર્ધન રિજન એક્સપોર્ટના એવોર્ડ ફંક્શનને સંબોધતા સિંહાએ કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા લોકો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે, હું તમને જણાવવા માંગુ છું કે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. કેટલાક તત્વો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હું તમને ખાતરી આપું છું કે બે વર્ષ પછી જમ્મુ-આતંકવાદ નહીં દેખાય. સરકાર આ દિશામાં કામ કરી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.
સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, એક એન્કાઉન્ટર કુલગામમાં અને બીજું બેમિનામાં થયું હતું. કુલગામમાં આર્મી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના સંયુક્ત ઓપરેશનમાં શિરાઝ અહેમદ અને યાવર અહેમદને ઠાર મારવામાં આવ્યાં હતા. શિરાઝ ઘાટીમાં 2016થી સક્રિય હતો અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. બેમિનામાં સુરક્ષા દળોએ હિઝબુલ આતંકવાદી અમીર રિયાઝને ઠાર મારવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આમિર આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં હતો.