Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદી હુમલો,એક જવાન શહીદ

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આવેલા નિશાંત પાર્ક નજીક સીઆરપીએફની ટીમ પેટ્રોલિંગ માટે નીકળી હતી. એ વખતે સીઆરપીએફના જવાનો પર છુપાયેલા આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો  હતો.આ હુમલામાં એક જવાન શહીદ થયા હતા અને ચાર જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.

જાણકારી અનુસાર અત્યારે આખા વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તોયબાના આતંકવાદી સંગઠન ટીઆરએફના આતંકવાદીઓએ હુમલો કર્યો હોવાની શક્યતા વ્યક્ત થઈ હતી. સુરક્ષાદળોએ કહ્યું હતું કે ટૂંક સમયમાં આ આતંકવાદીઓને ઝડપી લેવા માટે હાઈ-વે સહિતના વિસ્તારોમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યો છે.

સુરક્ષાદળોએ ગેરમાર્ગે દોરવાઈને આતંકવાદી સંગઠનોમાં જોડાઈ ગયેલા ઘણાં કાશ્મીરી યુવાનોને પકડીને મુખ્ય પ્રવાહમાં જોડવાની કોશિશ પણ કરી હતી. એક જ વર્ષમાં 128 યુવાનોને પકડી લેવાયા હતા.

2021માં સુરક્ષાદળોએ 178 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. વિવિધ ઓપરેશન દરમિયાન 128 જવાનો શહીદ થયા હતા.આતંકવાદીઓએ નાગરિકોને પણ નિશાન બનાવ્યા હતા, જેમાં કુલ 49 નાગરિકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં પાકિસ્તાનના ખુંખાર આતંકવાદીઓનો પણ સમાવેશ થતો હતો. 2021માં ભારતીય સુરક્ષાદળોએ આતંકવાદીઓની કમર તોડી નાખી હતી. વોન્ટેડની યાદીમાં રહેલા 19 પાકિસ્તાની આતંકવાદીઓને ગોળીએ દીધા હતા.