દિલ્હી:તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં રવિવારે આતંકી હુમલો થયો હતો.તુર્કીના વાઇસ પ્રેસિડેન્ટ ફુઆત ઓકટેએ પ્રાથમિક આંકડાઓને ટાંકીને જણાવ્યું હતું કે, ઈસ્તાંબુલમાં રવિવારનો વિસ્ફોટ એક મહિલા દ્વારા કરવામાં આવેલ આતંકવાદી હુમલો હતો.આ વિસ્ફોટ રવિવારે બપોરે પદયાત્રી પ્રવાસી માર્ગ ઇસ્તિકલાલ પાસે થયો હતો.તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને છ થઈ ગઈ છે.”અમે આને આતંકવાદનું કૃત્ય માનીએ છીએ, જે એક ગુનેગાર દ્વારા કરવામાં આવ્યું છે,” સ્પુતનિકે ઓકટેને ટાંકીને જણાવ્યું હતું.એક મહિલાએ બોમ્બ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો.વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,ઘાયલોની સંખ્યા 53 થી વધીને 81 થઈ ગઈ છે, જેમાંથી બેની હાલત ગંભીર છે.
ઓક્ટેએ વચન આપ્યું કે,તુર્કીના સત્તાવાળાઓ આતંકવાદી કૃત્યની તાત્કાલિક તપાસ કરશે અને તેના માટે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવશે.એર્દોગને જણાવ્યું હતું કે,ઈસ્તાંબુલના મધ્યમાં રવિવારના વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને છ થઈ ગયો છે,પ્રાથમિક માહિતીમાં આ વિસ્ફોટ આતંકવાદી હુમલો હતો.
એવેન્યુ એ એક ભીડ-ભાડવાળો માર્ગ છે જે સ્થાનિકો અને પ્રવાસીઓમાં લોકપ્રિય છે.અહીં ઘણી દુકાનો અને રેસ્ટોરાં છે.અગાઉ 2015 અને 2017માં પણ બ્લાસ્ટ થયા હતા.આ જવાબદારી ઇસ્લામિક સ્ટેટ અને કેટલાક કુર્દિશ જૂથોએ લીધી હતી.
ભારતે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, આજે ઈસ્તાંબુલમાં થયેલા વિસ્ફોટમાં લોકોના દુખદ મોત પર ભારત સરકાર અને તુર્કીના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.અમારી સંવેદનાઓ ઘાયલો સાથે પણ છે.અમે તેને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.