દિલ્હીઃ અમેરિકન જર્નલ ઓફ પોલિટિકલ સાયન્સ (એજેપીએસ)ના રિપોર્ટ અનુસાર 2019માં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ખરાબ અસર ભાજપ ઉપર પડી છે. અભ્યાસમાં કહેવાયું છે કે, આ વિસ્તારમાં ભાજપના સમર્થનમાં નકારાત્મક અસર પડી છે. જ્યાં પાર્ટી સત્તામાં હતી. પુલવામા હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયાં હતા. જો કે, ભાજપા પ્રવક્તાએ કહ્યું હતું કે, સર્વેના આધારે આવા નિષ્કર્ષ ના નીકાળવા જોઈએ.
અભ્યાસમાં દાવો કરાયો છે કે, સામાન્ય રીતે રાષ્ટ્રવાદી સરકારો સુરક્ષા સંબંધી સંકટોનો વધારેમાં વધારે લાભ ઉઠાવવા સારી સ્થિતિમાં હોય છે અને તેમનો ઝુકાવ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ પર કઠોર વિચાર રાખવાનો હોય છે. રિપોર્ટમાં તર્ક આપવામાં આવ્યો છે કે, ચૂંટણી પરિણામો અને ગ્રામ્યસ્તરના આંકડા પર બુથ-સ્તરના ડેટાનો ઉપયોગ કરીએ તો પુલવામા પીડિતોના અંતિમ સંસ્કારમાં ઉમટી પડેલા લોકોના રોષને પગલે તેમના વિસ્તારમાં ભાજપના સમર્થનમાં અનેક ઘણો ઘટાડો થયો છે.
ભાજપના પ્રવક્તા ગોપલ કૃષ્ણ અગ્રવાલે જણાવ્યું હતું કે, આવુ નિષ્કર્ષ એક સર્વેના આધાર ઉપર નિકાળી ના શકાય. પુલવામા હુમલાની નકારાત્મક અસર પડી છે. પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલી આકરી કાર્યવાહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક સકારાત્મક છબી સામે આવી છે. દેશની જનતા પુલવામા જેવા હુમલાને ક્યારેય ભુલશે નહીં અને તેના જવાબદારોને ક્યારેય માફ કરી શકાય નહીં. ભારત સરકાર દેશ વિરોધી પ્રવૃતિઓને ડામવા માટે કાર્યરત છે અને દેશમાંથી આતંકવાદ સહિતની દેશવિરોધી પ્રવૃતિઓ અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ પણ કામગીરી કરી રહી છે.