- સીરિયામાં આંતકીઓ દ્વારા હુમલો
- સેનાની બસ પર કર્યો હુમલો
- 13 જવાનોના થયા મોત
દિલ્હી:સીરિયામાં સેનાની બસ પર આતંકીઓએ હુમલો કર્યો હતો.આ હુમલામાં 13 જવાનોના મોત થયા હતા.તો મૃતકોમાં કેસ્લક અધિકારીઓ પણ સામેલ છે.સરકારી મીડિયાએ આ અંગે માહિતી આપી છે.અહેવાલ મુજબ,મધ્ય સીરિયાના પલમીરા ક્ષેત્રમાં થયેલ આ હુમલામાં 18 સૈનિકો ઘાયલ થયા છે અને આતંકવાદીઓએ હુમલામાં વિવિધ પ્રકારના હથિયારોનો ઉપયોગ કર્યો હતો.અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.
સીરિયન અધિકારીઓએ 2019 થી દેશમાં પ્રાદેશિક નિયંત્રણ ગુમાવ્યા હોવા છતાં, દક્ષિણ અને મધ્ય સીરિયામાં કાર્યરત ઇસ્લામિક સ્ટેટ જૂથના આતંકવાદીઓ પર આવા હુમલાઓને જવાબદાર ઠેરવ્યા છે.આ વર્ષે જાન્યુઆરીમાં ISના આતંકવાદીઓએ તે જ વિસ્તારમાં મુસાફરી કરતી બસ પર રોકેટ અને એન્ટી એરક્રાફ્ટ ગન વડે હુમલો કર્યો હતો, જેમાં પાંચ સૈનિકોના મોત થયા હતા.
આ પહેલા ગયા મહીને સીરિયાની રાજધાની દમિશ્કમાં સૈનિકોને લઈ જતી બસમાં બોમ્બ વિસ્ફોટ થતાં એક સૈનિકનું મોત થયું હતું,જયારે 11 ઘાયલ થયા હતા.