Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો પર આતંકી હુમલો, એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત

Social Share

શ્રીનગર – જમ્મુ કાશ્મીર છે છેલ્લા 2 દિલસથી સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે બે દિવસમાં 4 આતંકીઓને ઢેર કરવામાં આવ્યા છે ત્યારે હવે વિતેલી મોડી રાત્રે સુરક્ષાકર્મીઓ પર આતંકીઓએ હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે   દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબિહારામાં  મોડી સાંજે આતંકવાદીઓએ સુરક્ષા દળોની એક પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હોવાના પણ સમાચાર છે. તેજેને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

માહિતી અનુસાર બિજબિહારમાં આતંકવાદીઓએ નાકા પાર્ટી પર હાજર સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહી દરમિયાન આતંકવાદી  ત્યાથી ભાગવામાં સફળ રહ્યો હતો આ ઘટનામાં એક કોન્સ્ટેબલને સામાન્ય ઈજા થઈ છે.તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સેના તથા પોલીસ દ્રારા  હુમલા બાદ હુમલો કરનાર આતંકીને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. બીજી તરફ, કઠુઆમાં જમ્મુ-પઠાણકોટ નેશનલ હાઈવેને અડીને આવેલા મગર ખાડ વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો હતોપોલીસ, એસઓજી, રેલવે પોલીસ અને સીઆરપીએફની ટીમોએ રેલવે લાઇન નજીક બે શંકાસ્પદ વ્યક્તિઓની જાણ થતાં કલાકો સુધી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું આ સહીત હાઈવે પર અને નાકાઓ પર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.