આતંકવાદી સંગઠન હમાસે રણનીતિ બદલીઃ ઈઝરાયલની સામે હથિયારોની સાથે મનોવૈજ્ઞાનિક યુદ્ધ શરુ કર્યું
નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ સતત ભયાવહ બની રહ્યું છે. યુદ્ધની શરૂઆત હમાસે કરી હતી, જેમાં ઈઝરાયલી મ્યુઝિક ફેસ્ટિવલમાં ઉપસ્થિત લોકો ઉપર હુમલો કરીને અન્ય લોકોની હત્યા કરી હતી. તેમજ મોટી સંખ્યામાં લોકોનું અપહરણ કર્યું હતું. હવે માનવતા વિરોધી આતંકવાદી સંગઠન હમાસ હવે યુદ્ધના મેદાનમાં હથિયારોની સાથે ઈઝરાયલ સાથે લડવાની સાથે સાઈકોલોજિકલ વોર શરુ કર્યું છે. હમાસ આ અપહ્યુત મહિલા અને બાળકોના વીડિયો જાહેર કરી રહ્યું છે. તાજેતરમાં જ એક અપહ્યુત યુવતીનો વીડિયો જાહેર કર્યો હતો. જેમાં આતંકવાદીઓ તેમના તુટેલા હાથનો ઈલાજ કરતા જોવા મળે છે. હમાસે આ વીડિયો જાહેર કરીને ઈઝરાયલની સરકાર અને ઈઝરાયલી સેનાનો જુસ્સો તોડવાનો પ્રયાસ કર્યાનું જાણકારો માની રહ્યાં છે. હમાસે શરુ કરેલા આ મનોવૈજ્ઞાનિક યુદ્ધના ઘેરા પ્રત્યાઘાત પડવાની આશંકા છે.
હમાસ અપહ્યુત ઈઝરાયલી નાગરિકોના વીડિયો જાહેર કરી રહ્યું છે. જેમાં આતંકવાદીઓ પોતાને સારા દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ ઈઝરાયલની પ્રજા ઉપર યુદ્ધ વિરામ માટે પ્રેશર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, આડકતરી રીતે ધમકી પણ આપવામાં આવી રહી છે કે, સેના હથિયાર હેઠા નહીં મુકે તે અપહ્યુતની હત્યા કરી દેવામાં આવશે. ઈઝરાયલની સેના ગાઝાની પ્રજાને વિસ્તાર ખાલી કરવા સુચના આપતું હતું. પરંતુ આતંકવાદીઓ ઈઝરાયલની સેનાના પ્રકોપથી બચવા માટે ગાઝાની પ્રજાને ઢાલ બનાવવાની સાથે તેમના ગાઝા નહીં છોડવા સતત અપીલ કરતું હતું. આમ ઈઝરાયલ સામેના યુદ્ધમાં હવે હમાસે રણનીતિ બદલીને મનોવૈજ્ઞાનિક લડાઈ શરુ કરી છે.
હમાસ અને ઈઝરાયલ વચ્ચે સતત રોકેટ મારો થઈ રહ્યો છે. દરમિયાન ગાઝાની હોસ્પિટલ ઉપર રોકેટ પડ્યું હતું. જેથી હમાસે આ હુમલો ઈઝરાયલે કર્યાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં હોસ્પિટલ ઉપર થયેલા હુમલાને પગલે ઈરાન સહિતના દેશો પણ ઈઝરાયલ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. જો કે, ટેકોનોલોજીથી સજ્જ ઈઝરાયલે આ હુમલામાં પોતાનો હાથ નહીં હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં હોસ્પિટલ ઉપર થયેલા હુમલાને લઈને આતંકવાદીઓ વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો સહિતના અનેક પુરાવા દુનિયાના સામે રજુ કરીને આતંકવાદીઓના પ્રોપગન્ડા ખુલ્લુ પાડ્યું હતું. એટલું જ નહીં ઈઝરાયલની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રમુખ જો બાઈડેને પણ હોસ્પિટલ હુમલામાં ઈઝરાયલનો કોઈ હાથ નહીં હોવાનું જણાવ્યું હતું.