- જમ્મુ કાશ્મીરમાં બાતમીના આધારે સંગઠન માટે કામ કરતા વ્યક્તિની ઘરપકડ
- સંગઠન સાથે સંકળાયેલા આકીબ બશીર પારે ઉર્ફે અસદુલ્લાહની ધરપકડ
દિલ્હી -આઈએસજેકેના કમાન્ડર મલિક ઉમૈર ઉર્ફે અબ્દુલ્લાની જમ્મુ-શ્રીનગર હાઇવે પર આવેલા ઝજ્જર કોટલી વિસ્તારમાંથી 10 દિવસ પહેલા અટકાયત કરવામાં આવી હતી, ત્યારે હવે થોડા જ દવિસો બાદ પોલીસે આ સંગઠન માટે કામ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે.હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
આ સમગ્ર મામાલે તપાસ કરી રહેલા જમ્મુ પોલીસના મહાનિરીક્ષક મુકેશસિંહે જણાવ્યું હતું કે, સંગઠન સાથે સંકળાયેલા આકીબ બશીર પારે ઉર્ફે અસદુલ્લાહની ધરપકડ કરવામાં આવી છે. તે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાના યુનિસુ ગામનો રહેવાસી છે. તે કાશ્મીરમાં સંગઠનના કમાન્ડરોની સૂચના પર સંગઠન માટે કામ કરી રહ્યો હતો.
કમાન્ડર અબ્દુલ્લાએ પૂછપરછ દરમિયાન આકિબનું નામ આપ્યું હોવાની માહિતી મળી હતી. આ આધારે ઘેરાબંધી કરીને અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, આ પહેલા 4થી એપ્રિલે એસઓજીએ ઝજ્જર કોટલી વિસ્તારમાંથી કુલગામ જિલ્લાના યારીપોરા ગામના રહેવાસી આઈએસજેકે કમાન્ડર અબ્દુલ્લાની ધરપકડ કરી હતી. તેના કબજામાંથી પિસ્તોલ, આઠ બુલેટ અને રૂપિયા 1.13 લાખની રોકડ મળી આવ્યા હતા.
સાહીન-