જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ ફરી પ્રવાસી કામદારોને બનાવ્યા નિશાન -યુપીના બે કામદારોને ગોળી મારી
- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ પ્રવાસી કામદરોને ગોળી મારી
- ટાર્ગેટ કિલિંગની ઘટના
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર પ્રદેશમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ રિલિંગની ઘટનાઓ વધતી જઈ રહી છે, ત્યારે ફકરી એક વખત વિતેલી સાંજે આતંકવાદીઓએ બે પર પ્રાતિય કામદારોને પોતાના નિશાન બનાવ્યા હોત બન્ને લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વધુ વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં વિતેલા દિવસને શનિવારે આતંકવાદીઓએ બે બિન-કાશ્મીરીઓ પર હુમલો કર્યો હતો. બંને વ્યવસાયે મજૂર હોવાનું કહેવાય છે. હુમલામાં બંને કામદારો ઘાયલ થયા છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
પોલીસે જણાવ્યું કે અનંતનાગના રાખ-મોમીન વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા બે બિન-સ્થાનિક મજૂરોને ગોળી મારીને ઘાયલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ આ હુમલો કર્યો હતો. સ્થાનિક પોલીસે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ સાથે જ હુમલાખોરોને શોધવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી કે જ્યારે આતંકવાદીઓ દ્વારા બિન-કાશ્મીરીઓને નિશાન બનાવવામાં આવ્યા હોય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘાયલ મજૂરો ઉત્તર પ્રદેશના રહેવાસી છે. ઘાયલોની ઓળખ ગોરખપુરના છોટા પ્રસાદ અને કુશીનગર ગોવિંદ તરીકે થઈ છે.ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં આ પહેલા પણ પ્રકારની અનેક ઘટનાઓ સામે આલવી ચૂકી છએ જેમાં કેલાક બિનકાશ્મીરી રહેવાસીઓએ જીવ ગુમાવ્યા છે.