જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આતંકીઓ એ ગ્રેનેડ વડે હુમલો કર્યો, એક જવાન ઘાયલ
- શ્રીનગરમાં વિતેલી સાંજે આતંકીઓએ ગ્રેનેડ વડે કર્યો હુમલો
- આ હુમલામાં આક જનાવ શહીદ
શ્રીનગરઃ જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી આતંકીઓ દ્વારા ગ્રેનેડ વડે હુમલો કરવાની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે શ્રીનગર જિલ્લાના સનત નગર વિસ્તારમાં આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પર ગ્રેનેડ વડે વિતેલા દિવસની રાતે 9 વાગ્યે આસપાસ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન ઘાયલ થયાના સમાચાર છે. સુરક્ષા દળો દ્વારા આતંકીઓની શોધમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે આતંકીઓએ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર શહેરમાં ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન અને બે નાગરિક ઘાયલ થયા છે. ઘાયલ જવાન CRPF ના હેડ કોન્સ્ટેબલ હતા. હુમલાખોરોની શોધમાં સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરીને ઓપરેશન શરૂ કર્યું હતું.
આતંકવાદીઓએ નગરમાં એસબીઆઈ બેંક પાસે તૈનાત સુરક્ષા દળોની ટીમ પર નિશાન તાક્યું હતું જો કે તેઓ નિશાન ચૂક્યા હતા,. ગ્રેનેડ રસ્તા પર પડ્યો અને વિસ્ફોટ થયો. થોડા જ સમયમાં સુરક્ષા દળોએ આતંકીઓની શોધમાં ઓપરેશન શરૂ કર્યું.
આ સાથે જ ગુરુવારે પણ ગ્રેનેડ વડે બીજેપી મંડળ પ્રઘાનના ઘર પર ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો,જેમાં એક બાળકએ જીવ ગુમાવ્યો હતો