Site icon Revoi.in

કાશ્મીર-કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગની ઘટનામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓનો સફાયો !

Social Share

દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી જમ્મુ અને કાશ્મીરમાં નાગરિકોની હત્યાના બનાવમાં વધારો થયો હતો. જો કે, આવા ગુનામાં માં સામેલ લગભગ તમામ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હોવાનું જાણવા છે. સશસ્ત્ર દળો હવે ગુપ્ત માહિતી આધારિત “સર્જિકલ ઓપરેશન્સ” પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે નાની ટીમો સામેલ છે.

સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદી પ્રવૃતિનો સામનો કરવા કરવા માટે રિફાઈન્ડ અભિગમને જમ્મુ અને કાશ્મીર પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને સૈન્ય વચ્ચે સારા સંકલનના થી વધુ એક નાનુ માળખુ ઉભુ કરાઈ રહ્યાં છે. તેનો ઉદ્દેશ્ય આતંકવાદથી થતા નુકસાનને ઘટાડવાનો છે.મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરમાં કેટલાક દિવસોથી નિર્દોષ નાગરિકોની હત્યાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આનાથી પ્રદેશમાં હિંસા અને ઉથલપાથલ વધવાની શક્યતા વધી ગઈ હતી. આતંકવાદ વિરુદ્ધના ઓપરેશનનો મુખ્ય ફોકસ નિર્દોષ લોકોની હત્યાને રોકવાનો છે. સુરક્ષા દળોની તમામ શાખાઓ આ માટે પ્રયાસ કરી રહી છે. તેથી જ “ગુપ્ત માહિતી આધારિત સર્જીકલ ઓપરેશન્સ” પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આમાં નાની ટીમો સામેલ છે. આવી ક્રિયાઓ માટે સ્થાનિક પ્રજાનો ટેકો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ગુપ્તચર માહિતી મુજબ, પાકિસ્તાન સ્થિત આતંકવાદી હેન્ડલરોએ કાશ્મીરમાં કાર્યરત તેમના પ્રોક્સીઓને સૂચના આપી છે કે જ્યારે પણ સુરક્ષા દળો આતંકવાદ વિરોધી અભિયાન ચલાવે ત્યારે ઓછામાં ઓછા 10 નાગરિકોને મારી નાખવા.

(Photo-File)