નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફએ આતંકવાદ મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, આતંકવાદ આજે પાકિસ્તાનની મુખ્ય સમસ્યા બની ગઈ છે. શરીફનું આ નિવેદન ખૈબર પુખ્તૂનરખામાં થયેલા આતંકવાદી હુમલાની નિદા કરતા આપ્યું હતું. આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાનને પોલીસ વાનને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. જેમાં એએસઆઈ અને પાંચ પોલીસ કર્મચારીઓના મોત થયાં હતા. ગત સપ્તાહે વજીરિસ્તાન જિલ્લામાં હથિયારો વડે અજાણ્યા શખ્સોએ રગાજી પોલીસ સ્ટેશન ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓના મોત થયાં હતા. જ્યારે અન્ય બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયાં હતા.
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફએ ટ્વીટ કર્યું હતું કે, આતંકવાદ પાકિસ્તાનની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક છે. હુમલાની નિંદા કરવાના મારી પાસે શબ્દો નથી. અમારી સંવેદનના મૃતકોના પરિવાર સાથે છે. અમારી સુરક્ષા એજન્સીઓ અને પોલીસ આતંકવાદની સામે લડી રહી છે. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહએ પણ હુમલાની નિંદા કરી હતી. તેમજ મુખ્ય સચિવ અને ઉચ્ચ પોલીસ અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. અફઘાનિસ્તાની તાલિબાન સાથે સંબંધ રાખનારા આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન (પાકિસ્તાની તાલિબાન)એ હુમલાની જવાબદારી લીધી હતી. આતંકવાદી સંગઠનના પ્રવક્તાએ કહ્યું હતું કે,વિસ્તારમાં દરોડા પાડવા ગયેલી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે.
આતંકવાદી સંગઠને ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાનમાં અનેક હુમલાને અંજામ આપ્યો છે. અફઘાનિસ્તાન ઉપર તાલિબાનના કબજા બાદ પાકિસ્તાન અને ટીટીપી વચ્ચે શાંતિ માટે વાત-ચીત થઈ હતી. પરંતુ આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. તેમજ મે 2022માં સંઘર્ષ વિરામ લાગુ કર્યો હતો.